પૂણે, 29 ઑક્ટોબર: પદમજી પેપર પ્રોડક્ટ્સ લિ.એ 30 સપ્ટેમ્બર 2024 ના રોજ પૂરા થયેલા છ માસિક દરમિયાન કર પહેલાંના નફામાં (વાર્ષિક ધોરણે) 99%નો વધારો નોંધાવ્યો હતો, જે કાચા માલના ખર્ચમાં ઘટાડો અને વેચાણના ચોખ્ખા વળતર અને મૂલ્ય વર્ધિત પ્રોડક્ટ્સના ઉત્પાદનને પરિણામે રૂ.7,703 લાખ થયો હતો. તેની આવક (વાર્ષિક ધોરણે) 13% વધીને રૂ. 42,531 લાખ થઈ હતી. EBIDTA 77% વધીને રૂ.8,508 લાખ થયો.

કંપનીએ પાછલા સમાન સમયગાળાના 17%ની સરખામણીએ 27% પર રિટન ઓન કેપિટલ એમ્પલોય્ડ હાંસલ કર્યું છે. 30મી સપ્ટેમ્બર 2024ના રોજ રોકડ અને રોકડ સમકક્ષ બેલેન્સ રૂ. 22,975 લાખ હતી જે પાછલા સમાન સમયગાળામાં રૂ. 12,663 લાખ હતી.

કંપનીને મહારાષ્ટ્રમાં 15.4 મેગાવોટનો સોલર પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે કોન્ટ્રાક્ટ મળ્યો છે, જેમાં ગ્રીન એનર્જીના હિસ્સાને તેની વર્તમાન જરૂરિયાતના લગભગ 45% સુધી વધારીને પર્યાવરણને સ્થાયી રાખવાના ધ્યેયને ટેકો આપવાના અને વપરાશમાં લેવાયેલી ઊર્જાના એકંદર ખર્ચમાં સુધારો કરવાના બે હેતુનો સમાવેશ છે. આ પ્લાન્ટ આગામી નાણાકીય વર્ષમાં કાર્યરત થવાની ધારણા છે.

કંપની અવરોધ ગુણધર્મો ધરાવતા વિવિધ બાયોડિગ્રેડેબલ અને કમ્પોસ્ટેબલ સ્પેશિયાલિટી પેપર્સના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે જેનો ઉપયોગ વિવિધ ખાદ્ય ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ અને અન્ય ઉત્પાદનો, હોસ્પિટલ સપ્લાય, સ્વચ્છતા ક્ષેત્રો, કન્ફેક્શનરી વગેરે માટે ટકાઉ પેકેજિંગ સોલ્યુશન માટે ઇનપુટ તરીકે થાય છે, જેની માગ વૃદ્ધિ ઊંચી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)