MAHINDRA એ XEV 9e અને BE 6e સાથે ઇલેક્ટ્રિક SUV માં પ્રવેશ કર્યો
મુંબઈ, 6 નવેમ્બર, 2024 : મહિન્દ્રા ચેન્નઇમાં 26 નવેમ્બર 2024ના રોજ UNLIMIT INDIA વર્લ્ડ પ્રીમિયર ખાતે ઇલેક્ટ્રિક ઓરિજિન INGLO architecture પર બે અગ્રણી ઇલેક્ટ્રિક બ્રાન્ડ્સ XUV અને BE (pronouncedbe) રજૂ કરવા જઈ રહી છે. આ બંને બ્રાન્ડ્સ તેમની પહેલી ફ્લેગશિપ પ્રોડક્ટ્સ XEV 9e અને BE 6e લોન્ચ કરશે. XEV 9e ઇલેક્ટ્રિક લક્ઝરીને પુનઃવ્યાખ્યાયિત કરશે જ્યારે BE 6e બોલ્ડ, એથ્લેટિક પર્ફોર્મન્સ આપશે. આ બંને ભારતીય આઈકોન તેમની અદ્વિતીય ડિઝાઇન, અનોખી ટેક્નોલોજી અને બેજોડ પર્ફોર્મન્સ સાથે વિશ્વમાં સૌ કોઈને મ્હાત કરવા માટે તૈયાર છે.
ભારતીય હૃદય અને ગ્લોબલ આઉટલૂક સાથે બનાવાયેલું ગ્રાઉન્ડ-અપ INGLO આર્કિટેક્ટર સાહજિક, ઇન્ટેલિજન્ટ અને ઇમર્સિવ ઇનોવેશન રજૂ કરે છે. વિશ્વ કક્ષાના સુરક્ષાના ધોરણોથી માંડીને ઉત્કૃષ્ટ પ્રદર્શન તથા પ્રભાવશાળી રેન્જ અને કાર્યક્ષમતા સુધી INGLO મલ્ટી-સેન્સરી ડ્રાઇવિંગ અનુભવ પૂરો પાડે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)