• દેશના કુલ વેચાણોમાં ઉત્તર પ્રદેશ ટોચે, ગુજરાત 5માં ક્રમે

અમદાવાદ: ગુજરાતમાંથી ઓગસ્ટ માસ દરમિયાન 3477 ટ્રેક્ટર વેચાયા હતા. જે ગત વર્ષે ઓગસ્ટમાં 15019 ટ્રેક્ટરના વેચાણ સામે 500 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન કુલ 22008 ટ્રેક્ટર ગુજરાતમાં વેચાયા હતા. તેની સામે દેશભરમાં ઓગસ્ટ દરમિયાન ટ્રેક્ટરના વેચાણો 31 ટકા ઘટી 49196 યુનિટ નોંધાયા હતા. ટ્રેક્ટર જંક્શનના આંકડાઓ અનુસાર, આ કુલ વેચાણના 57 ટકા ટ્રેક્ટર ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વેચાયા હતા. જ્યારે ટ્રેક્ટર વેચાણની દ્રષ્ટિએ ગુજરાત પાંચમાં સ્થાને રહ્યું છે.

ઉદ્યોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અનિયમિત વરસાદના કારણે પાકોને નુકસાન થયું હતું. વાવેતરમાં ઘટાડો નોંધાતા ટ્રેક્ટરની માગ પણ ઘટી હતી. 

સૌથી વધુ ટ્રેક્ટરના વેચાણોમાં ઉત્તર પ્રદેશ ટોચના સ્થાને

રાજ્યઓગસ્ટ-21ઓગસ્ટ-22
ઉત્તરપ્રદેશ111109081
રાજસ્થાન77218211
મહારાષ્ટ્ર109556609
કર્ણાટક54014099
ગુજરાત150193477

M&Mના ટ્રેક્ટરની માગ સૌથી વધુ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ટ્રેક્ટરની માગ સૌથી વધુ રહી હતી. બીજા ક્રમે  Swaraj Tractor, ત્રીજા ક્રમે Massey Ferguson, ચોથા ક્રમે Sonalika Tractor, અને પાંચમા ક્રમે Escortsના ટ્રેક્ટર વેચાયા હતા. જો કે, મોટાભાગની બ્રાન્ડના ટ્રેક્ટર સેલ્સ ગતવર્ષની સરખામણીમાં ઘટ્યા હતા.

બ્રાન્ડઓગસ્ટ-21ઓગસ્ટ-22
Mahindra1592811627
Swaraj115428153
Massey Ferguson86196463
Sonalika82665741
Escorts75264899
John Deere53243717
Eicher42722713
New Holland27741930
Kubota16631340 

ટ્રેક્ટર જંક્શનના ફાઉન્ડર રજત ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, ગત વર્ષે હાઈ બેઝ ઈફેક્ટ તેમજ આ વર્ષે અનિયમિત ચોમાસાના કારણે ટ્રેક્ટરના વેચાણો ઘટ્યા હતા. સપ્ટેમ્બરમાં મોટાભાગના રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડતાં વાવેતરને નુકસાન થયુ હતું. જેના લીધે માગ ઘટી હતી. ટ્રેક્ટર જંક્શન ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતીના સાધનસરંજામની ખરીદી-વેચાણ, ફાઈનાન્સ, ઈન્સ્યોરન્સ, સર્વિસ સહિતની સેવાઓ પ્રદાન કરતું ડિજિટલ માર્કેટ પ્લેટફોર્મ છે. જેની સાથે 300થી વધુ નવા ટ્રેક્ટર્સ, 75થી વધુ હાર્વેસ્ટર્સ, 580થી વધુ ઈમ્પ્લેમેન્ટ્સ, 135થી વધુ ફાર્મ ટુલ્સ, 120થી વધુ ટાયર્સ બ્રાન્ડ જોડાયેલી છે.