અમદાવાદ, 5 જૂનઃ આરબીઆઇની મોનેટરી પોલિસી પૂર્વે ઓટો, રિયાલ્ટી, કેપિટલ ગુડ્સ તેમજ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને બેન્ક શેર્સમાં સુધારાની ચાલ સાથે સાર્વત્રિક સુધારાની ચાલ રહી હતી. BSE સેન્સેક્સ 62,943.20 અને 62,751.72 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 240.36 પોઈન્ટ વધીને 62787.47 પોઈન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18,640.15 અને 18,582.80 પોઈન્ટની વચ્ચે રમી 50.75 પોઇન્ટના સુધારા સાથે 18593.85 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગ

વિગતકુલસુધારોઘટાડો
બીએસઇ384021601498
સેન્સેક્સ301614

બીએસઇ ખાતે સેક્ટોરલ ઈન્ડાઈસિસ પૈકીઓટો, કેપિટલ ગૂડ્ઝ, પાવર, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, બેન્ક અને ફાઈનાન્શિયલ સેક્ટોરલ્સમાં સુધારો જોવાયો હતો. જ્યારે એફએમસીજી સેક્ટોરલ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.29 ટકા અને 0.51 ટકા વધ્યા હતા. યુએસ જોબ ડેટા આવ્યા બાદ અમેરિકા વ્યાજદર વધારા પર બ્રેક મારશે તેવી શક્યતાથી એશિયા સહિતના બજારોમાં તેની પોઝિટિવ અસર જોવા મળી હતી.

BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
HBLPOWER120.95+8.65+7.70
ICIL208.10+14.65+7.57
SCI103.37+6.86+7.11
MARKSANS88.43+5.73+6.93
FILATEX40.03+2.97+8.01

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
AEGISLOG318.50-14.95-4.48
JISLJALEQS40.06-1.54-3.70
JINDALSAW236.45-10.85-4.39
SHILPAMED229.15-7.60-3.21