પુણે, 19 એપ્રિલ: સુઝલોને સનસ્યોર એનર્જી પાસેથી 100.8 MW EPCનો પવન ઉર્જાનો ઓર્ડર મેળવ્યો છે, જે પવન ઉર્જામાં કંપનીનો પ્રથમ પ્રવેશ છે. આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના જાથ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવશે.

આ કરાર હેઠળ સુઝલોન, હાઇબ્રિડ લેટીસ ટાવર્સ (HLT) સાથેના 48 અત્યાધુનિક S120 વિન્ડ ટર્બાઇન જનરેટર (WTGs) પૂરા પાડશે, જેમની દરેકની ક્ષમતા 2.1 મેગાવોટ છે. આ પ્રોજેક્ટ માટે કંપની વિન્ડ ટર્બાઇન સપ્લાય કરશે, ઉપકરણોના ઇન્સ્ટોલેશનનું નિરીક્ષણ કરશે અને પ્રોજેક્ટનો અમલ કરશે, જેમાં બાંધકામ અને કમિશનિંગનો સમાવેશ થાય છે. કમિશનિંગ પછી કંપની વ્યાપક કામગીરી અને જાળવણીની સેવાઓ પૂરી પાડશે. આ પ્રોજેક્ટ સનશ્યોર એનર્જીના રિન્યુએબલ પોર્ટફોલિયોમાં વધારો કરશે અને મહારાષ્ટ્રમાં ગ્રાહકોને ચોવીસ કલાક વીજળી પૂરી પાડવાના તેના લક્ષ્યાંકને ટેકો આપશે.

સુઝલોન ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જે.પી. ચાલસાણીએ જણાવ્યું હતું કે, 2030 સુધીમાં 500 ગીગાવોટના બિન-અશ્મિભૂત ઇંધણના ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે મોટા કોર્પોરેશનો દ્વારા પવન ઊર્જા અપનાવવી અનિવાર્ય છે. સુઝલોન ગ્રુપના ઈન્ડિયા બિઝનેસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, દેશના પુનઃપ્રાપ્ય ઉર્જાના અભિયાનને આગળ ધપાવવા માટે અમારું લક્ષ્યાંક ભારતમાં અનેક સ્વતંત્ર ઊર્જા ઉત્પાદકો (IPPs) સાથે સહયોગ સાધવાનું છે.

સનસ્યોર એનર્જીના સહ-સ્થાપક અને ચીફ કોમર્શિયલ ઓફિસર (CCO) મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ સનસ્યોર એનર્જીના રિન્યુએબલ પોર્ટફોલિયોને વૈવિધ્યસભર બનાવે છે અને 2030 સુધીમાં 10 GWની ક્ષમતા સુધી પહોંચવાની અમારી સફરમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. સુઝલોન સાથેની આ ભાગીદારી અમને ભારતની કંપનીઓ માટે સૌથી વિશ્વસનીય સ્વચ્છ ઉર્જા સોલ્યુશન્સના સર્જનમાં અને ભારતના ટકાઉ ભવિષ્યમાં અર્થપૂર્ણ યોગદાન આપવામાં મદદ કરશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)