ઝુરિચ કોટક જનરલ ઇન્શ્યોરન્સે ભારતમાં કમર્શિયલ ઇન્શ્યોરન્સના લૉન્ચ સાથે બનાવી હાજરી મજબૂત

અમદાવાદ, 8 જુલાઇ: ઝુરિચ કોટક જનરલ ઇન્શ્યોરન્સ (ઝુરિચ કોટક) દ્વારા ભારતમાં તેના કમર્શિયલ ઇન્શ્યોરન્સની સુવિધા લૉન્ચ કરવામાં આવી છે.
ઝુરિચ કોટકમાં કમર્શિયલ ઇન્શ્યોરન્સ વિભાગના લૉન્ચથી ઝુરિચની કમર્શિયલ ઇન્શ્યોરન્સની વૈશ્વિક નિપુળતા ઝડપથી વિકસતા ભારતીય બજારમાં આવશે. ગ્રાહક કેન્દ્રિત દ્રષ્ટિકોણ સાથે, કમર્શિયલ ઇન્શ્યોરન્સ સંબંધી શાખા ભારતભરના વ્યવસાયોમાં અંડરરાઇટિંગ અને રિસ્ક મેનેજમેન્ટ, ઝુરિચ કોટકની નિપુળતાનો લાભ મેળવશે.
આ કંપની SMEsથી મોટી કોર્પોરેટ કંપનીઓ અને વિશિષ્ટ ઉદ્યોગો સુધીના તમામ કદના વ્યવસાયોને સપોર્ટ આપી શકવાની વ્યૂહાત્મક સ્થિતિમાં છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ-વિશિષ્ટ જાણકારીઓના સંયોજનથી, ઝુરિચ કોટક પ્રોપર્ટી, જવાબદારી, મરીન અને એન્જિનિયરિંગ જેવા અન્ય ઘણા ક્ષેત્રોને અનુરૂપ કવરેજ પ્રદાન કરી શકશે, જે ભારતીય વ્યવસાયોને આત્મવિશ્વાસ સાથે વધુને વધુ જટિલ જોખમી વાતાવરણ નૅવિગેટ કરવામાં સક્ષમ બનાવશે.
ઝુરિચ કોટક જનરલ ઇન્શ્યોરન્સના MD અને CEO આલોક અગરવાલે જણાવ્યું હતું કે, “અમારા કમર્શિયલ ઇન્શ્યોરન્સના વ્યવસાયનો લૉન્ચ અમારી સંસ્થા માટે એક મહત્ત્વનો વ્યૂહાત્મક આધારસ્તંભ છે તેમજ તે ઉદ્યોગ-અગ્રણી ટીમના નિર્માણના વર્ષને પ્રતિબિંબિત કરે છે, જે ઝુરિચની વૈશ્વિક નિપુળતા અને ઝુરિચ કોટકની સ્થાનિક જાણકારીઓનું સંયોજન કરે છે, જેથી સંબંધિત, ગ્રાહક-કેન્દ્રિત નિરાકરણો પ્રદાન કરી શકાય.”
ઝુરિચ કોટક જનરલ ઇન્શ્યોરન્સના કમર્શિયલ ઇન્શ્યોરન્સના વડા અજય હેગડેએ જણાવ્યું હતું કે, “અમારું ફોકસ કસ્ટમાઇઝ્ડ, ડિજિટલી સક્ષમ કમર્શિયલ ઇન્શ્યોરન્સ નિરાકરણો પ્રદાન કરવા પર છે. મજબૂત ટીમ અને ઝુરિચની વૈશ્વિક શ્રેષ્ઠ પ્રણાલીઓ સાથે, અમે ભારતમાં કમર્શિયલ ઇન્શ્યોરન્સને નવેસરથી વ્યાખ્યાયિત કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
