Jindal (India) Limited ને Odisha માં રૂ. 3,600cr ના સ્ટીલ પ્લાન્ટ માટે HLCA ની મંજૂરી મળી

અમદાવાદ, 10 જુલાઈ: ભારતની સૌથી અગ્રણી ડાઉનસ્ટ્રીમ સ્ટીલ પ્રોડક્ટ ઉત્પાદકો પૈકીની એક જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડને ઓડિશામાં ધેંકાનલમાં ગ્રીન-ફિલ્ડ સ્ટીલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઊભો કરવા માટે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિંદાલ ઈન્ડિયા સ્ટીલ ટેક લિમિટેડ દ્વારા મંજૂરીપત્ર મળ્યો છે. કંપનીને ઓડિશાના માનનીય મુખ્યપ્રધાન શ્રી મોહન ચરણ માંઝીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી ઉચ્ચ સ્તરની ક્લિયરન્સ ઓથોરિટી (HLCA) મીટિંગ દરમિયાન પ્રોજેક્ટને મંજૂરી મળી હતી. જિંદાલ લિમિટેડની જેઆઈએસટીએલની વર્ષ 2030 સુધીમાં ત્રણ તબક્કામાં ઓડિશામાં રૂ. 15,000 કરોડનું કુલ રોકાણ કરવાની યોજના છે જેમાં પ્રોજેક્ટના પહેલા તબક્કામાં હાલ રૂ. 3,600 કરોડનું રોકાણ કરાશે.આની સમાંતર જેઆઈએસટીએલ ઓડિશા પ્લાન્ટની કુલ ક્ષમતાને 2030 સુધીમાં ફ્લેટ પ્રોડક્શન ડિવિઝનમાં વાર્ષિક 30 લાખ એમટી સુધી વધારશે.
નાણાંકીય વર્ષ 2026માં અમે કલર-કોટેડ શીટ્સ જેવી અમારી પ્રીમિયમ પ્રોડક્ટ ઓફરિંગ્સ પર ધ્યાન આપીને કંપનીના વિકાસને આગળ લઈ જવાની યોજના ધરાવીએ છીએ. આગળ જતા અમે ઉચ્ચ સંભાવના ધરાવતી ડાઉનસ્ટ્રીમ પ્રોડક્ટ્સ રજૂ કરવાની પણ યોજના રાખીએ છીએ, એમ કંપનીના પ્રવક્તાએ ઉમેર્યું હતું.
1952માં સ્થપાયેલી જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ એ બી સી જિંદાલ ગ્રુપનો ભાગ છે જે ભારતનું અગ્રણી ઉદ્યોગસમૂહ છે. રૂ. 18,000 કરોડથી વધુના ટર્નઓવર સાથે આ ગ્રુપ પેકેજિંગ ફિલ્મ્સ, એનર્જી અને સ્ટીલ પ્રોડક્ટ્સ જેવા બિઝનેસનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ધરાવે છે. તાજેતરમાં બી સી જિંદાલ ગ્રુપે રિન્યૂએબલ પાવર જનરેશન, સોલર સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસીસમાં પણ ઝંપલાવ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
