આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સનો પહેલા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 34.2 ટકા વધીને રૂ. 302 કરોડ થયો
અમદાવાદ, 16 જુલાઇઃ આઈસીઆઈઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા માટે વાર્ષિક ધોરણે 34.2 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 302 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીએનબી) જે ભવિષ્યના નફાની હાલની વેલ્યુ દર્શાવે છે તે રૂ. 457 કરોડ રહી હતી જેમાં નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં વીએનબી માર્જિન 24.5 ટકા રહ્યું હતું. કંપનીએ તેના વ્યાપક ડિસ્ટ્રીબ્યુશન અને વ્યાપક પ્રોડક્ટ સ્યૂટના પગલે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 8.1 ટકાની કુલ પ્રીમિયમ વૃદ્ધિ નોંધાવી હતી.
કુલ ન્યુઅલાઇઝ્ડ પ્રીમિયમ ઇક્વિલન્ટ (એપીઈ) નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. 1,864 કરોડ રહી હતી. કંપનીની રિટેલ ન્યૂ બિઝનેસ સમ એશ્યોર્ડ નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા માટે વાર્ષિક ધોરણે 31.5 ટકા વધી રૂ. 77,750 કરોડ રહી હતી. કંપનીના ગ્રાહકો દ્વારા લેવાયેલા લાઇફ કવરનો સરવાળો ગણાતી કુલ ઇન-ફોર્સ સમ એશ્યોર્ડ વાર્ષિક ધોરણે 17.1 ટકા વધીને રૂ. 41.1 લાખ કરોડ થઈ હતી.
કંપની વૈવિધ્યપૂર્ણ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે જે વિવિધ ગ્રાહક વર્ગોની પસંદગી મુજબના ટચપોઇન્ટ્સ અને પ્લેટફોર્મ્સ પર તેની હાજરી સુનિશ્ચિત કરે છે. નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં એજન્સી, ડાયરેક્ટ, બેન્કેશ્યોરન્સ, પાર્ટનરશિપ ડિસ્ટ્રીબ્યુસન અને ગ્રુપ તરફથી એપીઈ યોગદાન અનુક્રમે 24.9 ટકા, 13.5 ટકા, 29.7 ટકા, 12.9 ટકા અને 18.9 ટકા રહ્યું હતું.
કોસ્ટ ટુ પ્રીમિયમ રેશિયો નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે 24.0 ટકાથી વધીને નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા માટે 21.2 ટકા રહ્યો હતો જ્યારે સેવિંગ્સ બિઝનેસ માટે કોસ્ટ ટુ પ્રીમિયમ 16.8 ટકાથી ઘટી 14.1 ટકા રહી હતી. કંપની કોસ્ટ સ્ટ્રક્ચર પ્રોડક્ટ મિક્સ સાથે મેળ ખાય તે સુનિશ્ચિત કરવા માટે અનેક કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન પહેલ હાથ ધરી રહી છે.
કંપનીના મજબૂત રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કને કારણે શરૂઆતથી જ કંપની ઝીરો નોન-પર્ફોર્મિંગ એસેટ્સનો રેકોર્ડ બનાવી શકી છે. 30 જૂન, 2025ના રોજ સોલ્વન્સી રેશિયો 212.3 ટકા હતો, જે નિયમનકારી જરૂરિયાતના 150 ટકા હતી. નોંધપાત્ર રીતે અમારી કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન પહેલના પરિણામોને કારણે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં બિઝનેસની સેવિંગ્સ લાઇન માટે અમારી કોસ્ટ-ટુ-પ્રીમિયમ 270 બેસિસ પોઇન્ટ્સ વધીને 14.1 ટકા થઈ હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
