અમદાવાદ,21 જુલાઈ: એચડીએફસી સિક્યોરિટીઝે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ પર તેની નવીનતમ માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (MTF) ના લોન્ચની આજે જાહેરાત કરી હતી. આ નવી ઓફર ઇટીએફ ટ્રાન્ઝેક્શન્સ માટે માર્જિન ફંડિંગની એક્સેસ પૂરી પાડીને અને આ રીતે ઇટીએફ રોકાણોને સુલભ બનાવવા માટે ટ્રેડિંગમાં ગ્રાહકની ફ્લેકિસિબિલિટી વધારવા અને મૂડીની કાર્યક્ષમતા વધારવા માટે તૈયાર કરવામાં આવી છે.

InvestRight અને HDFC SKY પર માર્જિન ટ્રેડિંગ માટે 74 યુનિક ઇટીએફ ઉપલબ્ધ છે. ઇટીએફ માર્જિન ટ્રેડિંગ માટે જરૂરી લઘુતમ અપફ્રન્ટ માર્જિન 25 ટકા છે જે સ્કીમના આધારે 40 ટકા સુધી જઈ શકે છે.

ગ્રાહકો InvestRight અને HDFC SKY એપ્લિકેશન્સ પર જે-તે સેક્શન પણ શોધી શકે છે જ્યાં તેઓ એક જ સ્ક્રીન પર એમટીએફને લગતા તમામ વ્યવહારો સરળતાથી જોઈ શકે છે. આ ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ ટ્રેકિંગની સરળતા અને પારદર્શકતા સુનિશ્ચિત કરે છે અને રોકાણકારોને તેમની માર્જિન ટ્રેડિંગ પ્રવૃત્તિઓમાં વાસ્તવિક સમયની ઇનસાઇટ્સથી સશક્ત કરે છે. આ ઉપરાંત રોકાણકારો પાસે કોઈપણ સમયે તેમની માર્જિન પોઝિશનને ડિલિવરીમાં કન્વર્ટ કરવાની સુવિધા છે જેનાથી તેમના રોકાણો પર તેઓ વધુ અંકુશ મેળવી શકે છે.

ઇટીએફ બજાર નોંધપાત્ર વૃદ્ધિની તક રજૂ કરે છે, ડિસેમ્બર 2024 સુધીમાં કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) આશરે રૂ. 8 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. આ માર્ચ 2024 સુધીમાં આશરે રૂ. 6.95 લાખ કરોડથી થયેલો વધારો દર્શાવે છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના એકંદર એયુએમ તુલનામાં, ઇટીએફનો હિસ્સો આશરે 12-13 ટકા છે, જે એસેટ ક્લાસ તરફ સતત વધતી માંગ દર્શાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)