અમદાવાદ,25 જુલાઈ: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ વિવિધ વ્યવસાયોમાં ભારતની આત્મનિર્ભરતાને મજબૂત બનાવવાની દીશામાં એક પગલું આગળ વધીને મેટટ્યુબ મોરેશિયસ પ્રા.લિ. (MetTube) સાથે શેરની ખરીદી અને શેરહોલ્ડર્સ કરાર કર્યા છે. આ જોડાણનો હેતુ તેમની અદ્યતન સુવિધાઓ દ્વારા હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ (HVAC) ઉદ્યોગને આગામી પેઢીના ઉકેલો પહોંચાડવા સાથે કોપર ટ્યુબ્સની આયાત પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો તેમજ કોપર આધારિત એપ્લિકેશન્સ માટે એક મજબૂત સ્વદેશી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે.

કરાર હેઠળ અદાણી એન્ટરપ્રાઇઝ તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની કચ્છ કોપર ટ્યુબ્સ લિ.માં તેનો 50% હિસ્સો MetTubeમાં ડાઇવેસ્ટ કરશે.વધુમાં અદાણી એન્ટરપ્રાઇઝ ગુજરાતમાં અમદાવાદ નજીક પ્લાન્ટ ચલાવતી MetTubeની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મેટટ્યુબ કોપર ઇન્ડિયા પ્રા.લિ.માં 50% રોકાણ કરશે,

વૈવિધ્યસભર Metdist સમૂહનો એક અંગ મેટટ્યુબ કોપર ટ્યુબ્સના ઉત્પાદનમાં ઉચ્ચ પ્રદર્શનનો દાયકાઓનો વૈશ્વિક અનુભવ ધરાવે છે અદાણી એન્ટરપ્રાઇઝે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ મારફત ગુજરાતના મુંદ્રામાં એડવાન્સ કોપર મેન્યુફેક્ચરિંગ આંતર માળખાકીય સુવિધાઓનું નિર્માણ કર્યું છે, જેમાં કચ્છ કોપર ટ્યુબ્સ લિ. (KCTL) હેઠળની ગ્રીનફિલ્ડ કોપર ટ્યુબ સુવિધાનો સમાવેશ થાય છે.

આ જોડાણનો લાભ અદાણીની ફોરવર્ડ-એકીકૃત કોપર ઇકોસિસ્ટમ- મુંદ્રામાં તેના વાર્ષિક 0.5 મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતાના કોપર રિફાઇનરી પ્રોજેક્ટ દ્વારા તેમજ મેટટ્યુબની વૈશ્વિક ઉત્પાદન અને માર્કેટિંગ કુશળતા દ્વારા મળશે. ઉત્પાદિત કોપર ટ્યુબ્સ એર કન્ડીશનીંગ, રેફ્રિજરેશન અને પ્લમ્બિંગ જેવા નિર્ણાયક ક્ષેત્રોની શહેરીકરણ અને ક્લાયમેટ રિસ્પોન્સિવ માળખાગત જરૂરિયાતોને કારણે વધી રહેલી માંગની જરુરિયાત પૂરી કરશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)