શ્રી લોટસ ડેવલપર્સ અને રિયલ્ટી લિમિટેડ નો IPO 30 જુલાઈએ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 140-150
| IPO ખૂલશે | 30 જુલાઇ |
| IPO બંધ થશે | 1 ઓગસ્ટ |
| ફેસ વેલ્યૂ | રૂ. 1 |
| પ્રાઇસબેન્ડ | રૂ.140-150 |
| IPO સાઇઝ | રૂ. 792 કરોડ |
| લોટ સાઇઝ | 100 શેર્સ |
| Employee Discount | રૂ. 14 |
| લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
અમદાવાદ, 25 જુલાઈ: શ્રી લોટસ ડેવલપર્સ અને રિયલ્ટી લિમિટેડ 30 જુલાઈ ના રોજ તેના ઇક્વિટી શેર્સ નો આઈપીઓ ખોલશે.1 ઓગસ્ટ ના રોજ બંધ થશે. કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 792 કરોડ સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ શેર દીઠ રૂ. 140 થી રૂ. 150 નક્કી કરવામાં આવી છે . બિડ્સ લઘુતમ 100 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 100 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.કર્મચારી માટે રખાયેલા અનામત ભાગમાં બિડ ભરનાર લાયક કર્મચારીઓને પ્રતિ ઇક્વિટી શૅર રૂ. 14 નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ:
શ્રી લોટસ ડેવલપર્સ અને રિયલ્ટી લિમિટેડ એ ફેબ્રુઆરી 2015 માં સ્થાપિત મુંબઈ, મહારાષ્ટ્રમાં સ્થિત રહેણાંક અને વાણિજ્યિક મિલકતોનો વિકાસકર્તા છે, જે પશ્ચિમી ઉપનગરોના અતિ-લક્ઝરી અને લક્ઝરી સેગમેન્ટમાં પુનર્વિકાસ પ્રોજેક્ટ્સમાં નિષ્ણાત છે.
કંપનીના પ્રોજેક્ટ્સને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે જેમાં ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ, પુનઃવિકાસ પ્રોજેક્ટ્સ, સંયુક્ત વિકાસ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. 30 જૂન, 2025 સુધીમાં, કંપનીએ રહેણાંક અને વાણિજ્યિક બંને મિલકતોનો સમાવેશ કરીને 0.93 મિલિયન ચોરસ ફૂટનો વિકાસક્ષમ વિસ્તાર પૂર્ણ કર્યો છે.
કંપની મુખ્યત્વે રૂ. 3 કરોડથી રૂ. 7 કરોડ (“લક્ઝરી રહેણાંક સેગમેન્ટ”) ની કિંમત શ્રેણી સાથે 2BHK અને 3 BHK ફ્લેટ જેવા અલ્ટ્રા-લક્ઝરી અને લક્ઝરી રહેણાંક મિલકતો અને વાણિજ્યિક મિલકતો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.3BHK, 4 BHK અને 4+ BHK ફ્લેટ અને પેન્ટહાઉસનું બાંધકામ અને વિકાસ, જેની કિંમત 7 કરોડથી વધુ છે.
શ્રી લોટસ ડેવલપર્સ અને રિયલ્ટીની કામગીરીમાંથી આવક નાણાકીય વર્ષ 2024 માં રૂ. 461.57 કરોડથી 19.09% વધીને નાણાકીય વર્ષ 2025 માં રૂ. 549.68 કરોડ થઈ છે, જે મુખ્યત્વે પ્રોજેક્ટ્સના વેચાણ અને સેવાઓના વેચાણમાં વધારાને કારણે છે. કર પછીનો નફો નાણાકીય વર્ષ 2024માં રૂ. 119.81 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2025 માં રૂ. 227.89 કરોડ થયો છે.
લીડ મેનેજર્સઃ મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર છે, અને કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
