અમદાવાદ,29 જુલાઇ: અદાણી ટોટલ ગેસ લિ. (ATGL)એ વ્યાપક માળખાગત વિકાસ દ્વારા ભારતના એનર્જી લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાના તેના ધ્યેયને હાંસલ કરવાના તેના ધ્યેયની દીશામાં આગળ વધી રહી છે. ATGLએ તા. 30 જૂન 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકમાં તેના કામકાજ માળખાકીય વિકાસ અને નાણાકીય પ્રદર્શન આજે જાહેર કર્યા છે.

નાણાકીય વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે એકંદરે વોલ્યુમમાં 16%નો વધારો થયો છે. કામકાજની આવક 21% વધીને રુ.1,491 કરોડ થઇ છે. જે ગત વર્ષના સમાન ગાળામાં રુ.1237 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન કર બાદનો નફો રુ.162 થયો છે.જ્યારે કર બાદનો એકીકૃત નફો રુ.165 થયો છે. અહેવાલના સમયગાળામાં EBITDA રુ.301 કરોડ રહ્યો છે. જે ગત નર્ષના સમાન સમયમાં રુ.308 કરોડ હતો. સીએનજી નેટવર્કની સંખ્યા ત્રણ નવા સીએનજી સ્ટેશન સાથે વધીને 650 સ્ટેશન થઇ છે. નવા ઘરગથ્થુ પી.એન.જી. જોડાણ 26,869 વધીને 9.90 લાખ થયા છે.

ઇલેક્ટ્રિક ચાર્જીંગ પોઇન્ટ વધીને 3,801 થયા છે. ઔદ્યોગિક અને વાણિજ્યક જોડાણમાં નવા 157  ગ્રાાહકો ઉમેરાતા કુલ સંખ્યા 9,456 થઇ છે. CNGનું વેચાણ ગત નાણા વર્ષના સમાન ગાળાના 153ની તુલનાએ ચાલુ વર્ષના આ ગાળામાં 185 MMSCM થયું છે. જે 21%નો વધારો દર્શાવે છે. જ્યારે PNGનું વેચાણ જે ગત વર્ષના આ ગાળામાં 77ની સામે ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 82 MMSCM થયું છે. જે 6%નો વધારો દર્શાવે છે.વાર્ષિક ધોરણે CNG અને PNGનું સંયુકત વોલ્યુમ વધીને 267 MMSCM થયું છે.જે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં 230 MMSCM હતું.

સમગ્ર ભારતમાં IOAGPL સાથે સંયુક્ત સાહસમાં અહેવાલના સમયગાળામાં 6 નવા સ્ટેશનોના ઉમેરા સાથે 1,078 સીએનજી સ્ટેશનોનું સંયુક્ત નેટવર્ક સ્થાપવામાં આવ્યું છે. જ્યારે નવા 35 હજાર PNG ઘરગથ્થું જોડાણોના ઉમેરા સાથે આ સંખ્યા 1.17 મિલિયનથી વધુ થઇ છે. ઔદ્યોગિક અને વાણિજ્યક નવા 312 ગ્રાહકોના વધારા સાથે આ સંખ્યા વધીને 10,640 થઇ છે.

અદાણી ટોટાલ એનર્જીઝ ઇ-મોબિલીટી લિ.(ATEL) ઇવી ચાર્જિંગ પોઇન્ટ્સની સ્થાપનાનો વ્યાપ 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિસ્તારીને 3,801 પોઇન્ટે પહોંચાડ્યો છે, આ પોઇન્ટ્સની સ્થાપિત ક્ષમતા વધીને 39 મેગાવોટ થઇ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)