VEDANTA સતત બજારનો વિશ્વાસ જીતી રહી છેઃ મજબૂત કમાણીની આગાહી કરી
અમદાવાદ, 7 ઓગસ્ટ: નાણાંકીય વર્ષ 2026 માટે વેદાંતા લિમિટેડની કામગીરી પર આશાવાદી રહે છે જેના માટે તેમણે મજબૂત એલએમઈ પ્રાઇઝિંગ ટ્રેન્ડ્સ, કોસ્ટ ડિસિપ્લિન, ડિલિવરેજિંગ અને સ્થિતિસ્થાપક એલ્યુમિનિયમ બિઝનેસ જેવા મહત્વના વૃદ્ધિના ચાલકબળો રજૂ કર્યા છે. આ કંપનીઓએ આગામી કેટલાક ત્રિમાસિક ગાળામાં કાર્યરત થનારા કે પૂર્ણ થનારા અનેક ગ્રોથ પ્રોજેક્ટ્સની પણ નોંધ લીધી છે.
વેદાંતાનો પ્રથમ ત્રિમાસિક ગાળાની કન્સોલિડેટેડ એબિટા મોટાભાગે અંદાજો સાથે સુસંગત હતી, જેમાં એલ્યુમિનિયમ, તેલ અને ગેસ અને પાવર જેવા મુખ્ય સેગમેન્ટ્સ તેની અપેક્ષાઓ કરતાં વધુ સારા રહ્યા હતા, જેના કારણે એકંદરે સેગમેન્ટલ એબિટા કરતા સારો દેખાવ થયો હતો. વર્તમાન અને આગામી નાણાંકીય વર્ષ માટે કમાણીના માર્ગ પર કંપનીને અપેક્ષા છે કે વેદાંતા ખાતે ચાલી રહેલી વિવિધ પહેલ વૃદ્ધિમાં મદદ કરશે. “એલ્યુમિનિયમ વ્યવસાય તેમજ વર્ટિકલ ઇન્ટિગ્રેશનમાં વેદાંતાની ક્ષમતા વિસ્તરણની યાત્રાથી ખર્ચનો લાભ મળશે. એલએમઈના ભાવ પણ તળિયે પહોંચી ગયા છે અને નાણાંકીય વર્ષ 2026-27માં ઊંચા સ્તરે જઈ શકે છે, જે કમાણી વૃદ્ધિમાં મદદ કરશે”.
વેદાંતા બીજા ત્રિમાસિક ગાળામાં ત્રિમાસિક ધોરણએ એબિટામાં વૃદ્ધિ નોંધાવશે. “નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં એબિટા ત્રિમાસિક ધોરણે 10 ટકાથી વધુ વધવાની શક્યતા છે કારણ કે ઊંચા ભાવ અને એલ્યુમિનિયમ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે. નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં મુખ્ય એલ્યુમિનિયમ પ્રોજેક્ટ્સ કાર્યરત થવાની શક્યતા છે. અમને લાગે છે કે હિન્દુસ્તાન ઝિંક સિવાયનું ચોખ્ખું દેવું/એબિટા નાણાંકીય વર્ષ 2026ના અંત સુધીમાં 1.7 ગણું થઈ જશે, જે નાણાંકીય વર્ષ 2025માં 2.7 ગણું હતું. નાણાંકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળામાં વ્યવસાયનું વિભાજન પૂર્ણ થવાની શક્યતા છે.
વેદાંતાનો એડજસ્ટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 13 ટકા વધીને રૂ. 5,000 કરોડ થયો છે. કંપનીએ તેનો અત્યાર સુધીનો સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની રૂ. 10,746 કરોડની એબિટા નોંધાવી છે જે વાર્ષિક ધોરણે 5 ટકા વધુ હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
