SHREEJI SHIPING GLOBAL LIMITED નો IPO 19 ઓગસ્ટે ખુલશે,પ્રાઈસ બેન્ડ રૂ. 240 – 252
| IPO ખૂલશે | 19 ઓગસ્ટ |
| IPO બંધ થશે | 21 ઓગસ્ટ |
| એન્કર ઇન્વેસ્ટર બિડિંગ | 18 ઓગસ્ટ |
| ફેસ વેલ્યૂ | રૂ. 10 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 240 -252 |
| IPO સાઇઝ | રૂ. 410.71 કરોડ |
| લોટ સાઇઝ | 58 શેર્સ |
| લિસ્ટિંગ | BSE, NSE |
અમદાવાદ, 12 ઓગસ્ટ: શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડ (SSGL) 19 ઓગસ્ટ ના રોજ પ્રાઇસ બેન્ડ ₹240 થી ₹252 પ્રતિ ઇક્વિટી શેર ફેસ વેલ્યુ ₹10 ની સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને 21 ઓગસ્ટ 2025 ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ 18 ઓગસ્ટ, 2025 રહેશે. ઓછામાં ઓછા 58 ઇક્વિટી શેર અને 58 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડિંગ કરી શકાશે. ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની મૂળ કિંમત કરતાં 24 ગણી વધારે છે અને કેપ પ્રાઇસ, ઇક્વિટી શેરની મૂળ કિંમત કરતાં 25.2 ગણી વધારે છે.
કંપની નવા ઇસ્યુમાંથી ચોખ્ખી આવકનો ઉપયોગ જહાજોના એક્વિઝિશન (સેકન્ડરી માર્કેટમાંથી સુપ્રામેક્સ કેટેગરીમાં ડ્રાય બલ્ક કેરિયર્સ) માટે કરવાની યોજના ધરાવે છે, જે અંદાજિત 2,511.79 મિલિયન રૂપિયા [₹251.18 કરોડ] જેટલો સંભવ છે, આ ઉપરાંત કંપની દ્વારા લેવામાં આવેલા કેટલાક બાકી લેણાંની આંશિક અથવા સંપૂર્ણ ચૂકવણી પેટે ₹230 મિલિયન [₹23 કરોડ] અને બાકીના જનરલ કોર્પોરેટ હેતુઓ માટે બાકીની રકમનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને અનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ:
શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડ 1995 માં સ્થાપિત એક શિપિંગ અને લોજિસ્ટિક્સ કંપની છે જે ડ્રાય-બલ્ક કાર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. શ્રીજી શિપિંગ ગ્લોબલ મુખ્યત્વે બિન-મુખ્ય બંદરો અને જેટીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.કંપનીએ કંડલા, નવલખી, મગદલ્લા, ભાવનગર, બેદી, ધર્મતાર અને પુટ્ટલમ સહિત ૨૦ થી વધુ બંદરો અને જેટીઓ પર સેવાઓ પૂરી પાડી છે.
કંપની ભારત અને શ્રીલંકાના વિવિધ બંદરો અને જેટી પર ડ્રાય બલ્ક કાર્ગો માટે શિપિંગ અને લોજિસ્ટિક સોલ્યુશન્સ ઉપલબ્ધ બનાવે છે. 31 માર્ચ, 2025 સુધીમાં તેણે 80 થી વધુ જહાજોના કાફલાનું સંચાલન કર્યું છે, જેમાં બાર્જ, મિની બલ્ક કેરિયર્સ, ટગ બોટ અને ફ્લોટિંગ ક્રેન્સનો સમાવેશ થાય છે, જેમાં 370 થી વધુ અર્થમૂવિંગ ઉપકરણો સામેલ છે. કંપની એક અગ્રણી સંકલિત શિપિંગ અને લોજિસ્ટિક સોલ્યુશન્સ પ્રોવાઇડર તરીકે વિકાસ પામી છે.
કંપનીને 15 વર્ષ માટે કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ હેઠળ ડાયમંડ હાર્બર અને અન્ય ડીપ ડ્રાફ્ટ સ્થળો પર કાર્ગો અને કન્ટેનર લાઇટનિંગ/ટોપ-અપ માટે ફ્લોટિંગ ક્રેન સુવિધાઓ સ્થાપિત કરવા માટે લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઇ) મળ્યો છે. કંપની ભાગીદારોના કન્સોર્ટિયમ સાથે કોલ માઈનિંગના વ્યવસાયમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે, જે અંતર્ગત તેણે ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ પાસેથી 25 વર્ષના ગાળા (કરારનો સમયગાળો) માં ₹80,307.88 મિલિયન મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
લીડ મેનેજર્સ: બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઇલારા કેપિટલ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ આઇપીઓના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
