PHYSICSWALLAH LIMITED એ SEBIમાં UDRHP-1 ફાઇલ કર્યું
અમદાવાદ, 10 સપ્ટેમ્બર: ફિઝિક્સવાલા લિમિટેડે (“the Company”) આઈપીઓ માટે સેબીમાં તેનું યુડીઆરએચપી-1 ફાઇલ કર્યું છે. તેની મુખ્ય યુટ્યૂબ ચેનલ “Physics Wallah-Alakh Pandey” 15 જુલાઈ, 2025ના રોજ 13.7 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી હતી (રેડસીઅર રિપોર્ટના મુજબ).
રૂ. 38,200 મિલિયન (રૂ. 3,820 કરોડ) સુધીના મૂલ્યની કુલ ઓફર સાઇઝમાં રૂ. 31,000 મિલિયન (રૂ. 3,100 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 1ની ફેસ વેલ્યુના રૂ. 7,200 મિલિયન (રૂ. 720 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
ફિઝિક્સવાલા ફ્રેશ ઇશ્યૂ થકી મળનારી આવકનો નીચે મુજબ ઉપયોગ કરવા ધારે છે (1) કંપનીના નવા ઓફલાઇન અને હાઇબ્રિડ સેન્ટર્સના ફિટ-આઉટ્સના મૂડી ખર્ચ માટે, (2) કંપની દ્વારા ચલાવાતા હાલના કેટલાક ઓફલાઇન અને હાઇબ્રિડ સેન્ટર્સના લિઝ પેમેન્ટ્સ માટેના ખર્ચ માટે, (3) તેની પેટાકંપની ઝાયલેમ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ માટે જે આ પ્રમાણેનો ખર્ચ કરવા ઇચ્છે છે (એ) ઝાયલેમ (“New Xylem Centers”)ના નવા ઓફલાઇન સેન્ટર્સના ફિટ-આઉટ્સ માટે મૂડી ખર્ચ (બી) ઝાયલેમના હાલના ઓળખાયેલા ઓફલાઇન સેન્ટર્સ અને હોસ્ટેલ્સ માટે લીઝ પેમેન્ટ્સ માટે, (4) તેની પેટાકંપની ઉત્કર્ષ ક્લાસીસ એન્ડ એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ માટે જે ઉત્કર્ષ ક્લાસીસના હાલના ઓળખાયેલા ઓફલાઇન સેન્ટર્સ માટે લિઝ પેમેન્ટ્સનો ખર્ચ કરશે (5) સર્વર અને ક્લાઉડ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ માટે (6) માર્કેટિંગ પહેલના ખર્ચ માટે (7) તેની પેટાકંપની ઉત્કર્ષ ક્લાસીસ એન્ડ એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડમાં વધારાનું શેરહોલ્ડિંગ મેળવવા માટે (8) વણઓળખાયેલા હસ્તાંતરણો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથને ફંડિંગ માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
રૂ. 7,200 મિલિયન (રૂ. 720 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરમાં અલખ પાંડે દ્વારા રૂ. 3,600 મિલિયન (રૂ. 360 કરોડ) સુધી અને પ્રતીક બૂબ (“Promoter Selling Shareholders”) દ્વારા રૂ. 3,600 મિલિયન (રૂ. 360 મિલિયન) સુધીના શેરના વેચાણનો સમાવેશ થાય છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે (The “Listing Details”).
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જે પી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
