અમદાવાદ, 22 સપ્ટેમ્બર: જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડની પેટાકંપની જિયો પેમેન્ટ્સ બેંક લિમિટેડે ‘સેવિંગ્સ પ્રો’ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. આ એવી અનોખી સુવિધા છે જેનાથી ગ્રાહકો ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ્સના ‘ગ્રોથ’ પ્લાન્સમાં ઓટોમેટેડ ઇન્વેસ્ટમેન્ટ્સ થકી તેમના જિયો પેમેન્ટ્સ બેંક ખાતામાં વધારાના સરપ્લસ ફંડ્સથી વધુ વળતર મેળવી શકે છે.

થોડી જ ક્લિક કરીને કોઈપણ જિયો પેમેન્ટ્સ બેંક ખાતા ધારક સેવિંગ્સ પ્રો એકાઉન્ટમાં અપગ્રેડ કરાવી શકે છે. ગ્રાહકોએ તેમની પસંદગીની ચોક્કસ રકમ સેટ કરવાની રહેશે જે પ્રારંભિક લોન્ચિંગના તબક્કા દરમિયાન રૂ. 5,000થી શરૂ થાય છે. ત્યારબાદ તેમના ખાતામાં વધારાના ફંડ્સ જ્યારે નિર્ધારિત કરેલી રકમથી વધી જાય ત્યારે તેને પસંદ કરેલા ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઓટોમેટિકલી રોકાણ કરવામાં આવશે જેમાં ઓછું જોખમ રહેલું છે.ગ્રાહકો હવે તેમના વધારાના ફંડ્સ પર 6.5 ટકા* સુધીનું વળતર મેળવી શકે છે

ગ્રાહકો આ સુવિધા થકી દરરોજ રૂ. 1,50,000 સુધી રોકાણ કરી શકશે. રિડમ્પશન સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા નક્કી કરેલી માર્ગદર્શિકાના અનુસાર પ્રોસેસ કરવામાં આવશે. ગ્રાહકો તેમના રોકાણના 90 ટકા સુધી તરત જ રિડીમ કરી શકે છે જેમાં મહત્તમ ઇન્સ્ટન્ટ રિડમ્પશન લિમિટ રૂ. 50,000 છે. આ રકમથી વધુના ફંડ્સ કામકાજના 1થી 2 દિવસમાં રિડીમ કરવામાં આવશે.આ સમગ્ર પ્રક્રિયા સરળ છે અને જિયોફાઇનાન્સ એપ દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)