PHYSICSWALLAH LIMITEDનો IPO 11 નવેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.103 – 109
| ઇશ્યૂ ખૂલશે | 11 નવેમ્બર |
| ઇશ્યૂ બંધ થશે | 13 નવેમ્બર |
| ફેસ વેલ્યૂ | રૂ. 1 |
| પ્રાઇસબેન્ડ | રૂ.103-109 |
| લોટ સાઇઝ | 137 શેર્સ |
| ઇશ્યૂ સાઇઝ | 319266054 શેર્સ |
| ઇશ્યૂ સાઇઝ | રૂ. 3480 કરોડ |
| લિસ્ટિંગ | NSE, BSE |
| Employee Discount | રૂ. 10 |
અમદાવાદ, 07 નવેમ્બર: ફિઝિક્સવાલા લિમિટેડ શેરદીઠ રૂ. 1 ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 103 – 109 પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના આઇપીઓ સાથે તા. 11 નવેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. 319266054 શેર્સની રૂ. 3480 કરોડની ઓફર ધરાવતો આઇપીઓ તા. 13 નવેમ્બરે બંધ થશે. લોટ સાઇઝ 137 શેર્સની રાખવામાં આવી છે. કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની કંપની દરખાસ્ત ધરાવે છે.એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઓફરમાં ઇક્વિટી શેર દીઠ રૂ. 10નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. બિડ્સ લઘુતમ 137 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 137 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.

કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો વિવિધ વ્યૂહાત્મક હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. લગભગ રૂ. 460.551 કરોડની રકમ નવા ઓફલાઇન તથા હાઇબ્રિડ સેન્ટર્સના ફિટ-આઉટ્સ પર મૂડી ખર્ચ માટે રાખવામાં આવી છે જ્યારે રૂ. 548.308 કરોડની રકમ કંપની દ્વારા હાલ ચલાવાતા અને ઓળખ કરાયેલા સેન્ટર્સ માટે લીઝ પેમેન્ટ પાછળ ખર્ચાશે. રૂ. 47.168 કરોડનું રોકાણ તેની પેટા કંપની ઝાયલેમ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડ માટે કરવાની યોજના છે જેમાં રૂ. 31.648 કરોડ નવા ઓફલાઇન સેન્ટર્સ અને રૂ. 15.520 કરોડ હાલના ઝાયલેમ સેન્ટર્સ અને હોસ્ટેલ્સના લીઝ પેમેન્ટ પાછળ ખર્ચ કરવાની યોજના છે. અન્ય રૂ. 28.002 કરોડ તેના હાલના ઓફલાઇન સેન્ટર્સ માટે લીઝ પેમેન્ટની જવાબદારીઓને પહોંચી વળવા માટે ઉત્કર્ષ ક્લાસીસ એન્ડ એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડમાં રોકવામાં આવશે. આ ઉપરાંત, રૂ. 200.106 કરોડ સર્વર અને ક્લાઉડ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અને રૂ. 710 કરોડ માર્કેટિગ પહેલ માટે ફાળવાશે.
કંપની તેની પેટાકંપની ઉત્કર્ષ ક્લાસીસ એન્ડ એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડમાં વધારાના શેરહોલ્ડિંગને હસ્તગત કરવા માટે પણ રૂ. 26.5 કરોડ ખર્ચવાની યોજના ધરાવે છે. બાકીની રકમ અજાણ્યા હસ્તાંતરણો થકી ઇનઓર્ગેનિક ગ્રોથ માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ પાછળ વાપરવામાં આવશે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
ફિઝિક્સવાલ્લાહ એક એડટેક કંપની છે જે JEE, NEET, UPSC વગેરે જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ટેસ્ટ તૈયારી અભ્યાસક્રમો અને ડેટા સાયન્સ અને એનાલિટિક્સ, બેંકિંગ અને ફાઇનાન્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ વગેરે જેવા અપસ્કિલિંગ અભ્યાસક્રમો ઓફર કરે છે. તે સોશિયલ મીડિયા ચેનલો, વેબસાઇટ અને એપ્લિકેશનો દ્વારા ઑનલાઇન સેવાઓ પ્રદાન કરે છે અને ટેક-સક્ષમ ઑફલાઇન કેન્દ્રો અને હાઇબ્રિડ કેન્દ્રો પણ પ્રદાન કરે છે. તે ભારતમાં આવકની દ્રષ્ટિએ ટોચની 5 એડટેક કંપનીઓમાંની એક છે અને 15 જુલાઈ, 2025 સુધીમાં YouTube પર 13.7 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
| Period Ended | 30 Jun 2025 | 31 Mar 2025 | 31 Mar 2024 | 31 Mar 2023 |
| Total Income | 905.41 | 3,039.09 | 2,015.35 | 772.54 |
| PAT | -127.01 | -243.26 | -1,131.13 | -84.08 |
| EBITDA | -21.22 | 193.20 | -829.35 | 13.86 |
| NET Worth | 1,867.92 | 1,945.37 | -861.79 | 62.29 |
| Total Borrowing | 1.55 | 0.33 | 1,687.40 | 956.15 |
| Amount in ₹ Crore | ||||
લીડ મેનેજર્સ: કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જે પી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ આ ઇશ્યૂના બેંકર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
