મુંબઈ, 8 ડિસેમ્બરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,525ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,579 અને નીચામાં રૂ.62,422ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.44 સુધરી રૂ.62,510ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સોનાનો એપ્રિલ વાયદો રૂ.62,900 ખૂલી, ઉપરમાં રૂ.62,900 અને નીચામાં રૂ.62,798 બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.55 વધી રૂ.62,877ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.59 વધી રૂ.50,461 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.6,128ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.54 વધી રૂ.62,344ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,641ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,784 અને નીચામાં રૂ.74,364ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.252 વધી રૂ.74,565ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ચાંદીનો મે વાયદો રૂ.242 વધી રૂ.75,706 બોલાઈ રહ્યો  હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.245 વધી રૂ.74,610 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.216 વધી રૂ.74,592 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.715.40ના ભાવે ખૂલી, રૂ.4.90 વધી રૂ.720.10, જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.55 વધી રૂ.196.70 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.182.60ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.218.60ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.15 વધી રૂ.196.90, સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.182.80, જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.0.95 વધી રૂ.218.80 થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,840ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,954 અને નીચામાં રૂ.5,840ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.101 વધી રૂ.5,903 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.105 વધી રૂ.5,912 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.215.80ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.3.20 વધી રૂ.218 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.3.20 વધી 218.20 થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,800 અને નીચામાં રૂ.57,220ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.400 વધી રૂ.57,400ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.70 વધી રૂ.931.10 બોલાયો હતો.