અમદાવાદ, 28th નવેમ્બર: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) બે કોડ C પેરેલલ ટેક્સીવે – રોમિયો (R) અને રોમિયો 1 (R1) નું કમિશનિંગ કરી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ટેક્સી વે R ​​અને ટેક્સીવે R1 એરપોર્ટની કાર્યક્ષમતા અને સલામતી અને રનવેની ક્ષમતામાં વધારો કરશે. SVPIA વર્લ્ડક્લાસ એરપોર્ટ બનાવવા અગ્રેસર છે, તેવામાં આ પેરેલલ ટેક્સીવે એરફિલ્ડ પર એર ટ્રાફિકની ભીડ ઘટાડશે.  

  • પેરેલલ ટેક્સીવે R: ૧,૧૨૬ મીટરની લંબાઈ ધરાવતો ટેક્સીવે તમામ કોડ C વિમાનોને સમાવી શકે છે. તે હાલના કોડ E ને પેરેલલ ટેક્સીવે P સાથે જોડે છે. હાલમાં વિમાનોને રનવે ૨૩ પર પ્રસ્થાન માટે લગભગ ૨-૩ મિનિટ રનવે પર પાછળ ફરવું પડે છે. રનવે ૦૫ પર આવતા વિમાનોને પણ એટલો જ સમય લાગે છે. ટેક્સીવે R ​​અને ટેક્સીવે R૧ ખાતરી કરશે કે કોડ C વિમાન ઝડપથી રનવેમાં પ્રવેશ અને નિકાસ કરી શકે, જેનાથી રનવેની ઓક્યુપન્સી સમયમાં ઘટાડો, ઝડપી ઓપરેશન અને સલામતીમાં વધારો થાય. અમદાવાદમાં કાર્યરત ટ્રાફિકનો ૯૫ ટકા હિસ્સો ધરાવતા કોડ C વિમાનો A320, B737 અને બિઝનેસ જેટ પેરેલલ ટેક્સીવેનો ઉપયોગ કરશે.
  • ટેક્સીવે R1: આ ટેક્સીવે R ​​ને રનવે સાથે જોડે છે અને રનવે 05/23 સુધી સીધો પ્રવેશ પીક ઓપરેશન દરમિયાન ઑપ્ટિમાઇઝ ફ્લો પૂરો પાડે છે.
  • રનવે ક્ષમતા વધારો: હાલમાં રનવે ક્ષમતા પ્રતિ કલાક 20 એર ટ્રાફિક મૂવમેન્ટ (ATM) છે. ટેક્સીવે R ​​અને R1 ના ઉમેરાથી રનવે ક્ષમતા પ્રતિ કલાક 28 ATM સુધી વધશે.

નવા ટેક્સીવેના કમિશનિંગથી સલામતી અને પર્યાવરણમાં નીચે મુજબના ફાયદાઓ થશે:

  • રનવે પર બેકટ્રેક દૂર થશે, આગમન અને પ્રસ્થાનના ATM માં સુસંગતતા અને સલામતીમાં વધારો થશે.
  • વિમાનના ઓન ટાઈમ પર્ફોર્મન્સ (OTP) માં સુધારો અને મુસાફરોના અનુભવમાં વધુ શ્રેષ્ઠ બનાવવો.
  • વિમાનનો ટેક્સીવે માટે રાહ જોવાનો સમય, હવામાં હોલ્ડિંગ ટાઈમ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને એરલાઇન્સની બચત થશે.
  • વિમાન પાર્કિંગ સ્ટેન્ડની ફાળવણી ઑપ્ટિમાઇઝ થવાથી ઝડપી ટર્નઅરાઉન્ડની સુવિધા મળશે, જેનાથી એરલાઇન્સને વધુ સ્લોટ અને હવાઈ મુસાફરોને બહોળી પસંદગી મળશે.

SVPIA પરથી એપ્રિલથી ઓક્ટોબર 2025 ના સમયગાળા દરમિયાન 7.8 મિલિયનથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. જે વાર્ષિક ધોરણે 7 ટકાનો વધારો દર્શાવે છે. અમદાવાદ એરપોર્ટ એક મુખ્ય પ્રાદેશિક ઉડ્ડયન કેન્દ્ર તરીકે તેની ભૂમિકાને મજબૂત બનાવવાનું જારી રાખશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)