ADANI GREEN ENERGYએ નાણા વર્ષ-26ના 9 માસમાં વાર્ષિક 37% વાર્ષિક વૃદ્ધિ નોંધાવી
અમદાવાદ, 27 જાન્યુઆરી: અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ31 ડિસેમ્બર 2025 ના રોજ પૂરા થયેલા સમયગાળાના મજબૂત વૃદ્ધિ અને કાર્યકારી શ્રેષ્ઠતા દર્શાવતા નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.અદાણી ગ્રીન એનર્જી લિ.ની વાર્ષિક ધોરણે ઓપરેશનલ ક્ષમતા 48% વધીને 17.2ગીગાવોટ થતાં ઊર્જા સંક્રમણમાં તેન નેતૃત્વને મજબૂતી બક્ષી છે. કેલેન્ડર વર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બર-25માં 5.6ગીગાવોટનો ગ્રીનફિલ્ડ ઉમેરોસમગ્ર દેશના સૌર અને પવન ઉર્જાના ઉમેરાના લગભગ 14% થાય છે.
વાર્ષિક ધોરણે ઊર્જાનું વેચાણ 37% વધીને 27,636 મિલિયન યુનિટ થયું છે અને આવક 25% વધીને રૂ. 8.508 કરોડ થઇ છે. એબિડટા વાર્ષિક ધોરણે 24% વધીને રૂ. 7,921 કરોડ થયો છે. ઉદ્યોગ-અગ્રણી EBITDA માર્જિન 91.5% પ્રાપ્ત કર્યો છે.કંપનીના ભાગીદારઅદાણી ઇન્ફ્રા ઇન્ડિયા લિ. (AIIL) તરફથી ખાતરી આપવામાં આવી છે. વાર્ષિક ધોરણે 48%ના વધારા સાથે 17.2 ગીગાવોટની ક્ષમતા વૃધ્ધિએ કંપનીને 50 ગીગાવોટનુંલક્ષ્ય હાંસલ કરવાના માર્ગ પર મૂકી છે.
નાણા વર્ષ-૨૫ અને નાણા વર્ષ-26ના ત્રીજા ત્રિમાસિક અને નવ માસિક નાણાકીય પ્રદર્શનની તુલનાત્મક વિગત અનુસાર વીજ પુરવઠામાંથી નાણા વર્ષ-25ના ત્રીજા ત્રિમાસિકમાં રુ.1993 કરોડની આવકમાં ચાલુ 26ના સરખા ગાળામાં 21%ના તફાવત સાથે રુ.2420 કરોડ થઇ હતી. જ્યારે નાણા વર્ષ-૨૫ના નવ માસ દરમિયાન રુ.6366 કરોડની આવકની સરખામણીમાં 24%ના વધારા સાથે ચાલુ નાણા વર્ષના નવ માસમાં આવક રુ.7921 કરોડ થઇ છે.
અદાણી ગ્રીન એનર્જીએ નાણા વર્ષ-26 ના 9 માસમાં 2,995 મેગાવોટનીગ્રીનફિલ્ડ ક્ષમતા ઉમેરી છે., જે સમગ્ર નાણાકીય વર્ષ-25માં થયેલા ક્ષમતા વધારાથી 90% વધુ છે. છેલ્લા એક વર્ષમાં ગ્રીનફિલ્ડ ઉમેરો 5,630 મેગાવોટ હતો જેમાં 4,187 મેગાવોટસૌર ક્ષમતા જેમાં ગુજરાતના ખાવડામાં 3,137, રાજસ્થાનમાં 800 અને આંધ્રપ્રદેશમાં 250 મેગાવોટ જ્યારેખાવડામાં 462 મેગાવોટપવન ક્ષમતા તેમજ ખાવડામાં 981 મેગાવોટસૌર-પવન હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે.
કંપનીએ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ કુલ વાર્ષિક પ્રતિબદ્ધતા કરતાં સતત વધુ વીજળી ઉત્પન્ન કરી રહી હોવાના કારણે ચાલુ નાણા વર્ષના નવ માસમાં એગ્રીમેન્ટઆધારિત વીજળી ઉત્પાદન વાર્ષિક પ્રતિબદ્ધતાના ૭૯% રહ્યું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
