અમદાવાદ, 1 ફેબ્રુઆરી: બજેટ 2026ની જાહેરાતથી અન્ય રાજ્યો તથા વિદેશમાં થી ગુજરાતમાં રોકાણ આવશે . જેનો લાભ બાંધકામ ઉદ્યોગ- રીયલ એસ્ટેટ ને મળશે. 5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર-2 અને 3 શહેરોના વિકાસ માટે 11.2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 2026-27માં તેને વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે.

પ્રાઇવેટ ડેવલપર્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ બનાવવામાં આવ્યું છે. તેમાં સરકાર આંશિક ગેરંટી આપશે. રિયલ એસ્ટેટના રિસાયક્લિંગ માટે યોજના છે. લોથલ-ધોળાવિરા સહિતની 15 વિરાસતોનો વિકાસ કરાશે

કાર્ગો લઈ જવા માટે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર બનાવવામાં આવશે. પૂર્વમાં દનકુનીથી પશ્ચિમમાં સુરત સુધી પોર્ટને જોડવા માટેની યોજના છે. ટેક્સટાઇલ સેક્ટર ના વિકાસ માટે મોટા ટેક્સટાઇલ પાર્કસ  બનાવવામાં આવશે.

દવાઓના ક્ષેત્રમાં 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે . તથા આગામી પાંચ વર્ષમાં એક લાખ સ્પેશિયાલિસ્ટ હેલ્થકેર પ્રોફેશનલ્સ બનશે. જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવશે.

ચિપ મેન્યુફેક્ચરિંગ: ભારત પોતાનું સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 લોન્ચ કરશે. જેનો સૌથી વધુ લાભ ગુજરાત રાજ્યને મળવાની શક્યતા છે . 

ઇલેક્ટ્રોનિક્સ પર ભાર: મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સના સ્પેરપાર્ટ્સ બનાવવા માટે બજેટ વધારીને 40,000 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર: રસ્તાઓ, રેલવે અને અન્ય પાયાની સુવિધાઓને જબરદસ્ત મજબૂતી આપવાની યોજના છે . .

શહેરોનો વિકાસ: શહેરોને વેપાર અને આર્થિક કેન્દ્ર તરીકે વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે . 

પેસેન્જર ટ્રાન્સપોર્ટ તથા લશ્કરી ઉપયોગના વિમાનો બનાવવામાં ટેક્સ ની રાહત આપવામાં આવી છે . NRI ને પ્રોપર્ટી રોકાણ ના ડિસ્ક્લોઝર માટે ખાસ યોજના જાહેર કરવામાં આવી છે . 

ગુજરાત સરકાર દ્વારા એફોર્ડેબલ હાઉસિંગ ને વેગ આપવા FSI માં મોટો વધારો કરવામાં આવે તથા સ્ટેમ્પ ડ્યુટી તથા રજિસ્ટ્રેશન ચાર્જમાં ઘટાડો કરવામાં આવે તેવી અપેક્ષા છે . જેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ નું હાઉસિંગ ફોર ઓલનું સ્વપ્ન સાકાર થઈ શકે . 

ગ્રોથ રેટ: પાછલા સુધારાઓને કારણે ભારત 7%નો વિકાસ દર હાંસલ કરી રહ્યું છે. જે આજના સંજોગોમાં વિશ્વમાં શ્રેષ્ઠ છે .

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)