અદાણી પોર્ટસ અને સેઝના નાણા વર્ષ-26ના ત્રીજા ત્રિમાસિકમાં એબિડ્ટા 20% વધી
અમદાવાદ, 4 ફેબ્રુઆરી: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ 31 ડિસેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા તેના ત્રિમાસિક અને નવ માસિક પરિણામો આજે જાહેર કર્યા છે.
એસેટ-લાઇટ સેવાઓએ લોજિસ્ટિક્સ આવકમાં વાર્ષિક ધોરણે 62%થી વધારો નોંધાવીને રુ.1,121 કરોડ સુધી પહોંચાડી છે. જ્યારે આંતર રાષ્ટ્રીય ફ્રેઇટ નેટવર્ક સેવાઓનો એબિડ્ટા વાર્ષિક ધોરણે 770 bps વધ્યો છે. આ ગાળામાં ચાલુ જહાજ સંપાદનથી વાર્ષિક ધોરણે મરીન આવક 91 ટકાથી વધુ વધીને રુ.773 કરોડ અને એબિડ્ટા 135 ટકાથી વધુ વધીને રુ.428 કરોડ પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બંદરોની ત્રિમાસિક આવકે રુ1,000 કરોડના સીમાચિહ્નનને વટાવ્યું છે. આ સાથે આ સમયમાં વાર્ષિક ધોરણે એબિડ્ટા 20 ટકાથી વધુ વધીને બમણો રુ.1,067 કરોડ થયો છે. સમીક્ષાના સમયમાં અખિલ ભારતીય કન્ટેનર બજારમાં હિસ્સો 45.8% થયો છે.. સ્થાનિક બંદરોની આવક 15% વધી છે અને એબિડ્ટારુ.4,877 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. અહેવાલના ગાળામાં NQXT ઓસ્ટ્રેલિયાનું સંપાદન સંપ્પન થયું છે. અદાણી પોર્ટસ 2030 સુધીમાં એક અબજ ટન કાર્ગો વોલ્યુમ હાંસલ કરવાના માર્ગે છે.
જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR) એ કંપનીને સ્થિર દૃષ્ટિકોણ સાથે આપેલું “A-” રેટિંગ ભારતના સાર્વભોમ રેટિંગથી એક સ્તર ઉપર છે. જ્યારે મૂડીઝે “નેગેટિવ” થી “સ્થિર” આઉટલુકને સુધારીને “Baa૩” રેટિંગ આપ્યું છે.
અદાણી પોર્ટસએ વૈશ્વિક નેતૃત્વની દ્રષ્ટીએ 653 MTPA ક્ષમતા સાથે વૈશ્વિક સંકલિત મલ્ટી-મોડલ મૂલ્ય શૃંખલાનું વિસ્તરણ ચાલુ રાખ્યું છે. ચાલુ ક્ષમતા વિસ્તરણ અંતર્ગત વિઝિંજામ તબક્કો 2, ધામરા પોર્ટમાં બે નવી બર્થ, મુન્દ્રા લિક્વિડ અને કન્ટેનર ટર્મિનલ, CWIT તબક્કો 2, હલ્દિયા ટર્મિનલ, દીનદયાળ બંદર, કંડલા ખાતે બર્થ નં. 13, એન્નોર વિસ્તરણ, કટ્ટુપલ્લી દ્વારા 2030 સુધીમાં 1 અબજ ટન થ્રુપુટ હાંસલ કરવાના માર્ગે છીએ.. વિશ્વ બેંકના કન્ટેનર પોર્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ 20241માં મુન્દ્રા બંદર ટોચના વૈશ્વિક બંદરોમાં ૨૫મા અને DNV-મેનન ઇકોનોમિક્સ લીડિંગ કન્ટેનર પોર્ટ્સ રિપોર્ટમાં વિશ્વના ટોચના 20 કન્ટેનર પોર્ટ્સમાં 25મા ક્રમે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
