Ahmedabad, March 27:  એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ ઈક્વિટી માર્કેટના મુખ્ય સેગમેન્ટમાં પારદર્શક, ઓછા ખર્ચે અને નિયમ આધારિત એક્સપોઝર પ્રદાન કરવા માટે સજ્જ ઈન્ડેક્સ સોલ્યુશન્સના સ્યુટ દ્વારા ભારતના પેસિવ રોકાણ ક્ષેત્રે તેની હાજરી મજબૂતપણે વધારી રહ્યું છે. રોકાણકારોની સરળ રોકાણ માળખા માટે વધતી માગ સાથે ફંડ હાઉસની ઈન્ડેક્સ ઓફરિંગ માર્કેટ લીડરશીપ, સંભવિત વૃદ્ધિ ધરાવતી લાર્જકેપ્સ અને વિવિધ સેક્ટરમાં વ્યાપક આર્થિક ભાગીદારી માટે ડાયવર્સિફાઈડ ઍક્સેસ પ્રદાન કરે છે. અહીં આપેલા ફંડ્સ એક મજબૂત, કાર્યક્ષમ અને ભવિષ્ય માટે તૈયાર પેસિવ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવાની એક્સિસ મ્યુચ્યુઅલ ફંડની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે.

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડનું માઇક્રો ઇન્વેસ્ટિંગ સોલ્યુશન રોકાણકારોને ફક્ત રૂ. 100ના દરે 10 એસપીઆઈ (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) શરૂ કરવા સક્ષમ બનાવે છે, જે ઈન્ડાઈસિસમાં વ્યાપક અને અનુકૂળ વૈવિધ્યકરણ પ્રદાન કરે છે.એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ શિસ્તબદ્ધ અમલીકરણ, ઉત્પાદનની સરળતા અને લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરતાં તેના ઇન્ડેક્સ પ્લેટફોર્મને મજબૂત બનાવવા માટે સતત પ્રતિબદ્ધ છે.

એક્સિસ નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડ:

એક્સિસ નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડ ભારતની સૌથી સ્થાપિત અને પ્રભાવશાળી કંપનીઓમાં એક્સપોઝર મેળવવા માંગતા રોકાણકારો માટે રોકાણના મૂળિયા મજબૂત બનાવે છે. 28 ફેબ્રુઆરી, 2026 સુધીમાં રૂ. 849 કરોડથી વધુની એયુએમ સાથે આ ફંડ દેશના કોર્પોરેટ લીડર્સમાં ભાગ લેવા ખર્ચ-અસરકારક માર્ગ શોધી રહેલા રોકાણકારોમાં સતત લોકપ્રિય છે.

ભારતના ઈક્વિટી માર્કેટના બેરોમીટર તરીકે ઓળખાતો નિફ્ટી 50 ઈન્ડેક્સ  બેન્કિંગ, એનર્જી, ટેકનોલોજી, ટેલિકોમ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ટોચની કંપનીઓને આકર્ષે છે. નિફ્ટી 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI)ની નકલ કરતું આ ફંડ લાંબા ગાળાના બજાર ભાગીદારી માટે એક માળખાગત માર્ગ પૂરો પાડે છે. તે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયોમાં મુખ્ય ઘટક તરીકે કામ કરે છે. આ સ્કીમનો 28 ફેબ્રુઆરી, 2026ના રોજ કુલ ખર્ચ ગુણોત્તર (ટીઈઆર) 0.10% છે.

એક્સિસ નિફ્ટી 100 ઈન્ડેક્સ ફંડ:

એક્સિસ નિફ્ટી 100 ઈન્ડેક્સ ફંડ માર્કેટ કેપિટાઈઝેશનની દ્રષ્ટિએ ભારતની ટોચની 100 કંપનીઓમાં રોકાણની તક પૂરી પાડે છે. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ આશરે રૂ. 1983 કરોડની એયુએમ સાથે આ ફંડ વાઇડમાર્કેટ ઈન્ડેક્સ વ્યૂહરચનામાં રોકાણકારોનો વ્યાપક વિશ્વાસ દર્શાવે છે.

તેનો કુલ ખર્ચ ગુણોત્તર (ટીઈઆર) 28 ફેબ્રુઆરી, 2026ના રોજ 0.21% હતો. જે લાંબા ગાળાના પોર્ટફોલિયો નિર્માણ માટે તેની યોગ્યતાને મજબૂત બનાવે છે. નિફ્ટી 100 TRIને ટ્રેક કરતા આ સ્કીમ સ્થાપિત બ્લુચિપ કંપનીઓ અને નાણાકીય સેવાઓ, ઊર્જા, ટેકનોલોજી, ઓટોમોબાઇલ્સ, કન્ઝ્યુમર ગુડ્સ સહિત અન્ય સ્કેલેબલ ઉભરતી ટોચની કંપનીઓના મિશ્રણને આવરી લે છે. આ તેને ભારતના લાર્જકેપ સેગમેન્ટના સંપૂર્ણ સ્પેક્ટ્રમમાં સંતુલિત એક્સપોઝર મેળવવા માંગતા રોકાણકારો માટે અસરકારક ફાળવણી બનાવે છે.

એક્સિસ નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ ફંડ:

ભારતના ભાવિ માર્કેટ લીડર્સનું એક્સપોઝર પૂરુ પાડતું એક્સિસ નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ ફંડ એવી કંપનીઓ આવરી લે છે, જે માર્કેટ કેપની દ્રષ્ટિએ આગામી સમયમાં નિફ્ટી-50માં સામેલ થવાની તીવ્ર સંભાવના દર્શાવે છે. એવા બિઝનેસ કે, જેમણે અર્થપૂર્ણ સ્કેલ હાંસલ કર્યો છે, અને મજબૂત ગ્રોથની સંભાવના સાથે આગળ વધી રહી છે. આ ફંડ જાન્યુઆરી, 2022ના લોન્ચિંગથી માંડી અત્યાર સુધી વધ્યું છે, જે પ્રારંભિક તબક્કાના લાર્જકેપ્સમાં રોકાણ તક વધવાનો સંકેત આપે છે. નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ ઐતિહાસિક રીતે પ્રગતિશીલ સેગમેન્ટ રહ્યું છે.

આ ફંડ રોકાણકારોને નાણાકીય સેવાઓ,  કન્ઝ્યુમર ઈન્ડસ્ટ્રીઝ, ફાર્માસ્યુટિકલ્સ, મેન્યુફેક્ચરિંગ અને ઉભરતા થીમ્સ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લેતા પારદર્શક, નિયમ-આધારિત માળખા દ્વારા ગ્રોથ કેન્દ્રિત સેગમેન્ટને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. તેનો ટીઈઆર 28 ફેબ્રુઆરી, 2026ના રોજ, 0.15% હતો, જે ભારતના સંભવિત માર્કેટ લીડર્સમાં રોકાણ માટે ખર્ચ-કાર્યક્ષમ માર્ગ પ્રદાન કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)