ઈન્ડિયા હેલ્થ ક્વોશન્ટ-2026ના મુખ્ય તારણો:

• 66ઈન્ડિયા હેલ્થ ક્વોશન્ટ 100 માંથી 65 પર: શારીરિક 68, માનસિક 65, નાણાકીય 62, વ્યાવસાયિક 65 અને સામાજિક 66
• હેલ્થ ઈન્સ્યોરન્સ ઓનરશિપ એડવાન્ટેજ: હેલ્થ ઇન્સ્યોરન્સ ધરાવતા શહેરી ભારતીયો હેલ્થ ક્વોશન્ટ પર 100 પૈકી 68 સ્કોર મેળવે છે, જે દર્શાવે છે કે ઈન્સ્યોરન્સ હોવું એ સુખાકારીનો અંદાજ લગાવતું એક આશાસ્પદ પરિબળ છે.
• માનસિક સ્વાસ્થ્ય મુખ્ય પ્રવાહમાં: માનસિક સ્વાસ્થને પ્રથમ વખત એકંદર સુખાકારી માટે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ 50-50 (એક સમાન) સ્તરે આવી ગયું છે.
• હેલ્થકેરમાં એઆઈઃ 63% ભારતીયો આગામી વર્ષ દરમિયાન હેલ્થકેર ક્ષેત્રે AI ની ભૂમિકા વિશે હકારાત્મક લાગણી વ્યક્ત કરે છે.
• તણાવ અને ખાઈને લઈ ધારણાઃ 82% શહેરી ભારતીયો તણાવ અનુભવતા હોવાનું જણાવે છે તેમ છતાં ફક્ત 1% લોકો જ પોતાના સ્વાસ્થ્યને નબળું કે ખરાબ ગણાવે છે.
મુંબઈ, 03 જૂન: ભારતનો એકંદર હેલ્થ સ્કોર 100 પૈકી 65 છે, જે શહેરી ભારતીયોમાં મધ્યમ સ્તરની કે સામાન્ય સુખાકારીને દર્શાવે છે.આ પાંચ પાસામાં 68 સ્કોર સાથે શારીરિક સ્વાસ્થ્ય સૌથી આગળ છે ત્યારબાદ સામાજિક સ્વાસ્થ્ય 66 પર, વ્યાવસાયિક સ્વાસ્થ્ય 65 પર અને માનસિક સ્વાસ્થ્ય 65 પર છે, જ્યારે નાણાકીય સ્વાસ્થ્ય 62 સ્કોર સાથે સૌથી પાછળ છે. આ તમામ પાસા પૈકી સૌથી ઓછો સ્કોર છે અને આ એક એવું મહત્વનું પાસું છે કે જેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.
મણિપાલસિગ્ના હેલ્થ ઈન્સ્યોરન્સ (ManipalCigna Health Insurance) કે જે ભારતની અગ્રણી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ પૈકીની એક અગ્રણી કંપની છે તેણે ઈન્ડિયા હેલ્થ ક્વોશન્ટ(IHQ) 2026ની પ્રથમ એડિશનનું અનાવરણ કર્યું છે.આ એક એવો વાર્ષિક અભ્યાસ છે કે જે શહેરમાં વસવાટ કરતા ભારતીયો તેમના સ્વાસ્થ્યને કેવી રીતે જુએ છે, તેને કેટલી પ્રાથમિકતા આપે છે તથા તેમન સુખાકારીનું સંચાલન કેવી રીતે કરે છે તેનું અત્યાર સુધીનું સૌથી વિશાળ ચિત્ર રજૂ કરે છે. આ એક એવો પ્રોપ્રાઈટરી મલ્ટિ-ડાયમેન્શનલ ઈન્ડેક્સ છે કે જે પાંચ પરસ્પર જોડાયેલા પાસા:શારીરિક,માનસિક,નાણાકીય,વ્યાવસાયિક અને સામાજિક સ્તરે સ્વ-મૂલ્યાંકન કરેલી આરોગ્ય વિષયક ધારણા અને વર્તણૂકોને યોગ્ય રીતે માપે છે.
”આ અહેવાલના લોન્ચિંગ પ્રસંગે ટિપ્પણી કરતા મણિપાલસિગ્ના હેલ્થ ઈન્સ્યોરન્સના MD અને CEO જોયદીપ સાહાએ જણાવ્યું હતું કે,”ભારતમાં સ્વાસ્થ્યને લગતી ચર્ચા બદલાઈ રહી છે, લોકો હવે ફક્ત એવું નથી પૂછતા કે મારી સારવાર કેવી રીતે થાય પરંતુ એવું પૂછી રહ્યા છે કે હું કેવી રીતે સ્વસ્થ રહી શકું.
શહેરી ભારત સ્વાસ્થ્યના પાંચ પાસા: શારીરિક, માનસિક, નાણાકીય, વ્યાવસાયિક અને સામાજિકમાં 100 પૈકી 65 સ્કોર ધરાવે છે.નાણાકીય પાસું 62 સ્કોર સાથે સૌથી નીચું છે.આટલા મોટા પાયાના અભ્યાસમાં પ્રથમ વખત એકંદર સુખાકારી માટે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ એક સરખું (50-50) જોવા મળ્યું છે. આ બાબત દર્શાવે છે કે આ પાસા એકબીજા સાથે કેટલા નજીકથી જોડાયેલ છે અને શા માટે સ્વાસ્થ્યને હવે અલગથી જોઈ શકાય નહીં.

મણિપાલસિગ્ના હેલ્થ ઈન્સ્યોરન્સના ચીફ માર્કેટિંગ ઓફિસર સપના દેસાઈએ જણાવ્યું હતું કે, ઈન્ડિયા હેલ્થ ક્વોશન્ટ એક સરળ પણ મહત્વનો પ્રશ્ન પૂછે છે: ભારત ખરેખર કેવું અનુભવી રહ્યું છે? અમને જાણવા મળ્યું છે કે સ્વાસ્થ્ય હવે ફક્ત કોઈ એક પાસા જ પૂરતું મર્યાદિત રહ્યું નથી. લોકો એક જ સમયે પોતાના શરીર, મન, નાણાં, કાર્ય તથા સંબંધો તમામ એકસાથે સંભાળી રહ્યા છે. જ્યારે આ પૈકી કોઈ એક બાબત પણ હાથમાંથી સરકી જાય છે ત્યારે અન્ય બાબતો પર તેની આડકતરી અસર પડે છે. 82% શહેરી ભારતીયોનું કહેવું છે કે તેઓ તણાવ અનુભવે છે અને 14% લોકો આ તણાવને અસહ્ય ગણાવે છે. આ આંકડા દર્શાવે છે કે શહેરી ભારત દરરોજ અજાણતા જ કેવા પ્રકારની બાંધછોડ કરી રહ્યું છે. લોકો પોતાના સ્વાસ્થ્યના કોઈ એક ભાગને યોગ્ય રાખવા માટે જે નિર્ણયો લે છે તેની કિંમત અવારનવાર અન્ય ભાગે ચૂકવવી પડે છે તથા આ અભ્યાસમાં બિલકુલ આ બાબતને જ આવરી લેવામાં આવી છે.
તણાવનો વિરોધાભાસ
આ અભ્યાસ દર્શાવે છે કે 82% શહેરી ભારતીયો તણાવ અનુભવતા હોવાનું સ્વીકારે છે, જે એકંદર સુખાકારીને અસર કરતા સૌથી વ્યાપક પડકારો પૈકી એક છે. આમ છતાં ફક્ત 1% ઉત્તરદાતાઓ જ પોતાના સ્વાસ્થ્યને નબળું ગણાવે છે. આ બાબત ધારણા અને વાસ્તવિકતા વચ્ચેનો એક મોટો તફાવત દર્શાવે છે કે જ્યાં તણાવને અવારનવાર એક સામાન્ય બાબત માની લેવામાં આવે છે અને તેને સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર ચિંતા તરીકે જોવામાં આવતી નથી.
તણાવની અસર રોજિંદા જીવનમાં સ્પષ્ટપણે જોવા મળે છે.આશરે 63% ઉત્તરદાતાઓ ઉત્સાહનો અભાવ હોવાનું જણાવે છે, જેમાં ઊર્જાની અછત અનુભવવી,કામમાં મન ન લાગવું અથવા ધ્યાન કેન્દ્રિત ન કરી શકવાનો સમાવેશ થાય છે. ઘણા લોકો ચીડિયાપણું અને અતિશય સંવેદનશીલતા જેવી માનસિક અસરોની સાથે એકાગ્રતામાં મુશ્કેલી જેવી બૌદ્ધિક ક્ષમતાને લગતી સમસ્ઓ પણ દર્શાવે છે. આ બાબત સૂચવે છે કે તણાવ એ સુખાકારીના માનસિક તથા કાર્યાત્મક બંને પાસાને અસર કરી રહ્યો છે. તેમાં નોકરિયાત વર્ગ સૌથી વધારે બોજ ઉઠાવી રહ્યો છે, જેઓ લગભગ દરેક માપદંડ પર સ્વરોજગાર ધરાવતા લોકો કરતાં નબળું પરિણામ દર્શાવે છે.
સ્વાસ્થ્ય અને દેવાનું વિષચક્ર
નાણાકીય સ્વાસ્થ્યનો સ્કોર સૌથી ઓછો આવવાને કારણે જે તણાવ અને મુશ્કેલીઓ ઊભી થઈ છે તે ફક્ત આ એક પાસા પૂરતી સીમિત નથી.41% શહેરી ભારતીયોનું કહેવું છે કે નાણાકીય લક્ષ્યાંક પ્રાપ્ત કરવાની દોડધામ તેમના માટે તણાવનું કારણ બની રહી છે, જ્યારે 36% લોકોનું માનવું છે કે પોતાના સ્વાસ્થ્ય પાછળ રોકાણ કરવા કે ખર્ચ કરવા તેમના બજેટ પર ભારે પડી રહ્યું છે. આ દબાણ બંને તરફથી આવી રહ્યું છે: નાણાકીય ચિંતા સુખાકારીને નુંકસાન કરે છે અને સ્વસ્થ રહેવા માટે થતો ખર્ચ નાણાકીય તણાવને વધારે છે. પરિણામે એક એવું વિષચક્ર સર્જાય છે કે જેને વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે અને આ ચક્રને તોડવું તેનાથી પણ વધારે અઘરું છે. લાખો શહેરી ભારતીયો માટે સ્વાસ્થ્ય અને નાણાકીય સુરક્ષા એ બે અલગ-અલગ આકાંક્ષા નથી પરંતુ તેઓ એકબીજાની હરીફ બની ગયેલ છે.
માનસિક સ્વાસ્થ્યને મળ્યું સમાન મહત્વ
પ્રથમ વખત એકંદર સુખાકારી માટે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ 50-50 જોવા મળ્યું છે.શહેરી ભારતીયોમાં શારીરિક સ્વાસ્થ્ય કરતાં માનસિક સ્વાસ્થ્યને વધુ મહત્વ આપનારા અને માનસિક કરતાં શારીરિક સ્વાસ્થ્યને વધુ મહત્વ આપનારા લોકોની સંખ્યા એકસમાન છે જે આ બંનેને સંયુક્ત રીતે સૌથી મહત્વના પાસાં બનાવે છે. આ બાબત સ્વાસ્થ્યના આવશ્યક ઘટકો તરીકે માનસિક મજબૂતી અને તણાવ વ્યવસ્થાપન પ્રત્યે વધી રહેલી જાગૃતિ દર્શાવે છે.
પેઢીઓ વચ્ચેનું આ સમાન મહત્વ ખાસ નોંધનીય છે: 35 વર્ષથી ઓછી ઉંમરના 54% લોકો શારીરિક સ્વાસ્થ્ય કરતાં માનસિક સ્વાસ્થ્યને વધારે પ્રાથમિકતા આપે છે જ્યારે 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના 53% લોકો માનસિક કરતાં શારીરિક સ્વાસ્થ્યને વધુ પ્રાથમિકતા આપે છે. ઉંમરના આધારે જોવા મળતો આ તફાવત દર્શાવે છે કે યુવા ભારતીયો સ્વાસ્થ્યને કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે અને તેમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે, જેમાં શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક સુખાકારીનું મહત્વ પણ વધી રહ્યું છે.
સુખાકારી પ્રીમિયમ
આ અભ્યાસમાં હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો એ સુખાકારીની આગાહી કરતું સૌથી આશાસ્પદ પરિબળ બનીને ઉભર્યું છે, જે ઉંમર,જાતિ, શહેર કે તણાવના સ્તર કરતાં પણ વધુ સુસંગત છે.હેલ્થ ઇન્સ્યોરન્સ ધરાવતા ભારતીયો હેલ્થ ક્વોશન્ટ પર 100 માંથી 68 સ્કોર મેળવે છે; જ્યારે વીમો ન ધરાવતા લોકોનો સ્કોર 62 છે. આ 6-પોઇન્ટનો તફાવત દરેક વયજૂથ અને દરેક ક્ષેત્રમાં એકસમાન જોવા મળે છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તણાવમાં હોવા છતાં વીમો ધરાવતા ભારતીયનો એકંદર સ્કોર 67 છે, જે બિલકુલ તણાવ ન ધરાવતા પણ વીમો ન લેનારા ભારતીયના સ્કોરની લગભગ બરાબર છે.તેનાથી સાબિત થાય છે કે હેલ્થ ઇન્સ્યોરન્સનો અનુભવ માત્ર આર્થિક સુરક્ષા તરીકે જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં મનની શાંતિ આપનારા સાધન તરીકે પણ થઈ રહ્યો છે.
નિર્ભરતાનો નવો વળાંક
સામાન્ય રીતે પારિવારિક સ્વાસ્થ્યની જવાબદારી જીવનના ઉત્તરાર્ધમાં આવતી હોય છે. પરંતુ હવે તેની શરૂઆત એક દાયકા વહેલી થઈ રહી છે. 25 થી 34 વર્ષની વયજૂથના 29% લોકો ઈચ્છે છે કે તેમના નોકરીદાતા દ્વારા મળતું હેલ્થ કવરેજ તેમના માતા-પિતા સુધી લંબાવવામાં આવે છે. તેની સરખામણીમાં 35 થી 49 વર્ષની વયજૂથના ફક્ત 27% લોકોએ જ આવી ઈચ્છા વ્યક્ત કરી છે, જે વયજૂથને પરંપરાગત રીતે બંને પેઢીઓ વચ્ચે દબાતી પેઢી તરીકે જોવામાં આવે છે. આ સાથે જ 25 થી 34 વર્ષના 23% લોકો અત્યારથી જ મેટરનિટી સપોર્ટ પણ શોધી રહ્યા છે, જેનો અર્થ એ છે કે પોતાના જીવનના 20ના દાયકાના અંત અને 30ના દાયકાની શરૂઆતમાં રહેલા લોકોનો એક મોટો હિસ્સો પોતાના પૈકી મોટી પેઢી અને પોતાનાથી નાની નવી શરૂ થતી પેઢી– આ બંનેની નાણાકીય જવાબદારી એકસાથે ઉપાડી રહ્યો છે.
વર્ક-લાઇફ બેલેન્સ હજુ પણ એક મુખ્ય ચિંતા
ભારતના કામકાજી વર્ગ એટલે કે નોકરિયાત વસ્તી માટે વર્ક-લાઈફ બેલેન્સ જાળવવું એ હજુ પણ એક મોટો પડકાર છે. 63% ઉત્તરદાતા કે જેમણે કાર્યસ્થળના સ્વાસ્થ્ય માટેના ટોચના 5 મહત્વના પાસામાં તેને સ્થાન આપ્યું છે, તેઓ કહે છે કે આ સંતુલન તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત નિર્ણાયક છે; તેમ છતાં એક મોટો હિસ્સો એવું જણાવે છે કે તેઓ વ્યવહારિક જીવનમાં આ સંતુલન સાધી શકતા નથી.
ખાસ કરીને નોકરિયાત વર્ગ,સ્વરોજગાર ધરાવતા લોકોની સરખામણીમાં ઓછી એકાગ્રતા જેવા માનસિક લક્ષણો અને શારીરિક લક્ષણો સાથે સંબંધિત વધુ તણાવ અનુભવતા હોવાનું જણાવે છે.આ તારણો કાર્યસ્થળ પર સુખાકારીના વધતા મહત્વ તરફ ઈશારો કરે છે અને શારીરિક તથા માનસિક બંને પ્રકારના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે સંસ્થામાં વધુ મજબૂત સહાયક પ્રણાલીની જરૂરિયાત પર ભાર મૂકે છે.
હેલ્થકેરમાં AI
આ અભ્યાસ હેલ્થકેર ક્ષેત્રે ટેકનોલોજી અપનાવવા પ્રત્યે વધી રહેલી સ્વીકૃતિ પર પ્રકાશ પાડે છે જેમાં 63% શહેરી ભારતીયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઉકેલો અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ઉત્તરદાતા આ ટેકનોલોજીના ફાયદા તરીકે વધુ સચોટ નિદાન, રોગની વહેલી ઓળખ અને સતત હેલ્થ મોનિટરિંગ જેવી બાબતો ગણાવે છે.
જો કે પ્રાઈવસીનું જોખમ અને માનવીય સંપર્કનો અભાવ જેવી બાબતો અંગે હજુ પણ આશંકા વ્યક્ત કરવામાં આવે છે. મોટાભાગના ઉત્તરદાતા ભારપૂર્વક જણાવે છે કે તેઓ AI અપનાવવા માટે તૈયાર હોવા છતાં તે હેલ્થકેર પ્રોફેશનલ્સના પૂરક તરીકે કામ કરવું જોઈએ, નહીં કે તે માનવીય નિર્ણય અને સહાનુભૂતિનું સ્થાન લઈ લે.
સ્વાસ્થ્ય પ્રત્યે જેન્ડર દ્રષ્ટિકોણ
આ અભ્યાસ સ્વાસ્થ્ય સંબંધિત વર્તણૂકમાં જેન્ડર વચ્ચેના સ્પષ્ટ તફાવત તરફ ઈશારો કરે છે. મુખ્ય સ્કોરની વાત કરીએ તો પુરુષો અને મહિલાઓ વચ્ચે કોઈ ખાસ તફાવત નથી (બંનેનો સ્કોર 65 છે). પરંતુ મહિલાઓ માનસિક સ્વાસ્થ્ય માટે મદદ મેળવવાની બાબતને વધુ પ્રાથમિકતા આપે છે અને પોતાની લાગણીઓને તંદુરસ્ત રીતે વ્યક્ત કરે છે, જે તેમની માનસિક સુખાકારી પ્રત્યેનો વધુ સક્રિય અભિગમ દર્શાવે છે. બીજી તરફ પુરુષો આર્થિક બાબતોમાં વધુ આત્મવિશ્વાસ ધરાવે છે અને ઇન્સ્યોરન્સ કવરેજ, દેવાંનું સંચાલન તથા નોકરીની સ્થિરતા જેવા માપદંડો પર પોતાને વધુ સારો સ્કોર આપે છે.
મણિપાલસિગ્ના ઈન્ડિયા હેલ્થ ક્વોશન્ટ 2026 એ બાબત પર ભાર મૂકે છે કે કંપની ભારતીયોની સુખાકારીના અનુભવોને વધુ ઊંડાણપૂર્વક અને પુરાવા-આધારિત રીતે સમજીને પરંપરાગત હેલ્થ ઈન્સ્યોરન્સથી કંઈક વિશેષ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. આ અહેવાલ સાથે કંપની ઝડપથી બદલાતા ભારત માટે વધુ પ્રતિભાવશીલ અને સર્વગ્રાહી હેલ્થ સોલ્યુશન્સ તૈયાર કરવાના પોતાના લક્ષ્યાંકને પુનઃપુષ્ટ કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
