અમદાવાદમાં SIP રજિસ્ટ્રેશન્સ માર્ચ 2026માં 1.50 ટકા હતા તે વધીને એપ્રિલ 2026માં 1.60 ટકા થયા

SIPનો ફ્લો મજબૂત રહ્યો છે પરંતુ રજિસ્ટ્રેશન ટ્રેન્ડ્સ સૂચવે છે કે રોકાણકારો સાવચેતી રાખી રહ્યા છે: ટાટા એસેટ મેનેજમેન્ટ

અમદાવાદ, 03 જૂન: મ્યુચ્યુઅલ ફંડ્સ થકી લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે બજારમાં પ્રવેશવા ઇચ્છતા રિટેલ રોકાણકારો માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) ખૂબ જ મહત્વનો માર્ગ બની રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના ડેટા જણાવે છે કે અમદાવાદમાં SIP રજિસ્ટ્રેશન્સ માર્ચ 2026માં 1.50 ટકા હતા તે વધીને એપ્રિલ 2026માં 1.60 ટકા થયા છે, જે હાલની બજારની અસ્થિરતા છતાં રોકાણકારોની બજારમાં સતત ભાગીદારી સૂચવે છે (સ્ત્રોતઃ આંતરિક ડેટા).

વ્યાપક મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં SIPનો ઇનફ્લો સતત ટકી રહેલો જણાય છે. બજારની ઉથલપાથલ છતાં SIPનો ઇનફ્લો ઘણેઅંશે સ્થિર રહ્યો છે. વર્ષ 2026ના પહેલા ચાર મહિના દરમિયાન SIPનો આંકડો લગભગ રૂ. 30,000 કરોડ રહ્યો છે, જે રોકાણકારો બજારમાં હજુ પણ ટકી રહ્યા હોવાનો સંકેત આપે છે.

ઉદ્યોગના તાજેતરના ટ્રેન્ડ્સ એવો પણ નિર્દેશ કરે છે કે રોકાણકારો સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહ્યા છે. સમગ્ર ઉદ્યોગમાં નવા SIP રજિસ્ટ્રેશન્સ એપ્રિલ, 2026માં 50.71 લાખના 12 મહિના સૌથી નીચા સ્તરે પહોંચ્યા છે, જ્યારે SIP બંધ થવાનું પ્રમાણ વધીને 51.29 લાખ થયું છે, જેનાથી SIP સ્ટોપેજ રેશિયો 101 ટકાએ પહોંચ્યો છે. આ આંકડા સૂચવે છે કે વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવો અને વધેલી બજાર અસ્થિરતાના પગલે આ મહિના દરમિયાન નવા રજિસ્ટ્રેશન કરતા વધુ SIP ખાતા હાલ થોભો અને રાહ જુઓની સ્થિતિમાં છે અથવા બંધ થઈ ગયા છે.

આ પરિસ્થિતિમાં શિસ્તબદ્ધ રોકાણ અને લાંબા ગાળાના નાણાંકીય આયોજન અંગે રોકાણકારોમાં જાગૃતિ વધારવાનું મહત્વ સતત વધી રહ્યું છે. નાણાંકીય નિષ્ણાંતોનું માનવું છે કે બજારના વિવિધ ચક્રો દરમિયાન સતત રોકાણ જાળવી રાખવાથી રોકાણકારો ટૂંકા ગાળાના બજારના ઉતાર-ચઢાવને સામે પ્રતિક્રિયા આપવાને બદલે તેમના લાંબા ગાળાના નાણાંકીય લક્ષ્યો સાથે જોડાયેલા રહી શકે છે.

રોકાણકારોના બદલાતા વર્તન અંગે ટાટા એસેટ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રથિત ભોબેએ જણાવ્યું હતું કે, રોકાણની દુનિયામાં અસ્થિરતા અનિવાર્ય છે, પરંતુ તેની સામે કેવી પ્રતિક્રિયા આપવી તે રોકાણકારના હાથમાં છે. લાંબા ગાળાના પરિણામો બજાર કેવી રીતે આગળ વધે છે તેના કરતાં રોકાણકારો તે વધઘટ દરમિયાન કેવી રીતે વર્તે છે તેના પર વધુ આધારિત હોય છે. સફળ રોકાણ માટે શિસ્ત અને સાતત્યતા જાળવી રાખવી અનિવાર્ય છે. રોકાણકારો SIP દ્વારા નિયમિત રોકાણ કરે, બજારના તમામ ચક્રોમાં પ્રતિબદ્ધ રહે અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સાથે નિર્ણયો લે તે જરૂરી છે. સમય જતાં આ જ શિસ્ત, ચક્રવૃદ્ધિની શક્તિ અને રૂપી કોસ્ટ એવરેજિંગના ફાયદા સાથે મળીને અર્થપૂર્ણ સંપત્તિ સર્જવામાં મદદરૂપ બની શકે છે.

રોકાણકાર શિક્ષણ માટેના પ્રયાસોમાં પણ હવે સાંસ્કૃતિક રીતે સંબંધિત વિષયો અને લોકો સરળતાથી સમજી શકે તેવા સ્ટોરીટેલિંગ ફોર્મેટ્સનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી નાણાંકીય આયોજન અને રોકાણ સંબંધિત વર્તન અંગે વધુ જાગૃતિ લાવી શકાય.

ટાટા મ્યુચ્યુઅલ ફંડનું ક્રિકેટની વ્યૂહરચના પર આધારિત અભિયાન રોકાણકારોને બજારમાં થનારા અસ્થાયી ઘટાડા દરમિયાન ભાવનાત્મક નિર્ણય લઈને રોકાણમાંથી બહાર નીકળવાના જોખમો વિશે જાગૃત કરે છે. આ વીડિયો કેમ્પેઇન સિરીઝ રમતમાં જોવા મળતા વિવિધ પ્રસંગો સાથે સંબંધિત સમાનતાઓ દ્વારા રોકાણના મુખ્ય વર્તનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફિલ્મો “લૉ સ્કોરિંગ” બજારના તબક્કાઓ દરમિયાન પણ રોકાણો ટકાવી રાખવાના મહત્વને મજબૂત બનાવે છે અને દર્શાવે છે કે લાંબા ગાળાની સંપત્તિ સર્જન માટે શિસ્ત અને સાતત્યતા કેટલી જરૂરી છે. આ ઉપરાંત, તે તકોની ઓળખ, સુનિયોજિત રોકાણ અભિગમમાં યોગ્ય સમયના મહત્વની સમજણ તેમજ લમ્પસમ રોકાણો કેવી રીતે સ્થિર SIP વ્યૂહરચનાને પૂરક બની શકે છે અને રોકાણકારની સમગ્ર નાણાંકીય યાત્રામાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે છે તેના પર પણ ભાર મૂકે છે. ટૂંકા ગાળામાં બજારમાં કરેક્શન આવે તે બજાર ચક્રનો એક સ્વાભાવિક ભાગ છે અને સતત રોકાણ ચાલુ રાખવાથી રોકાણકારો લાંબા ગાળાની વૃદ્ધિની તકોનો લાભ મેળવી શકે છે.

નિષ્ણાંતોનું માનવું છે કે SIP જેવા રોકાણ સંબંધિત ખ્યાલોને સરળ ભાષામાં સમજાવવાથી પ્રથમ વખત રોકાણ કરતા અને યુવા રોકાણકારોમાં વધુ વ્યાપક ભાગીદારીને પ્રોત્સાહન મળી શકે છે. ખાસ કરીને ઉભરતાં શહેરોમાં, જ્યાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અંગેની જાગૃતિ સતત વધી રહી છે, ત્યાં આવા પ્રયાસો વધુ અસરકારક બની શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)