- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- FLASH NEWS
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
લિંકન ફાર્માસ્યુટિકલ્સ: Q1માં 30.90% વૃદ્ધિ સાથે રૂ. 36.23 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો
| Q1 FY27માં EBITDA વાર્ષિક ધોરણે 32.29% વધીને રૂ. 51.70 કરોડ થયું. | Q1 FY27માં કુલ આવક વાર્ષિક ધોરણે 19.02% વધીને રૂ. 201.55 કરોડ થઈ |

અમદાવાદ, 14 ઓગસ્ટ 2026 : ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓ પૈકીની એક લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે (BSE: 531633 | NSE: LINCOLN), 30 જૂન 2026નાં રોજ પૂર્ણ થયેલા Q1 FY27 માટે તેના ઓપરેશનલ અને નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ Q1 FY27માં રૂ.36.23 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જ્યારે Q1 FY26માં નેટ પ્રોફિટ રૂ.27.68 કરોડ રહ્યો હતો, જે વાર્ષિક ધોરણે 30.90%ની વૃદ્ધિ દર્શાવે છે. જૂન 2026નાં રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કુલ આવક રૂ.201.55 કરોડ નોંધાઇ છે, જે Q1 FY26ની રૂ.169.34 કરોડની કુલ આવકની તુલનામાં વાર્ષિક ધોરણે 19.02% વધુ છે. Q1 FY27માં EBITDA રૂ.51.70 કરોડ છે, જ્યારે Q1 FY26માં તે રૂ.39.08 કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 32.29%ની વૃદ્ધિ દર્શાવે છે. Q1 FY27 માટે EPS રૂ. 18.09 પ્રતિ શેર નોંધાયો છે.
FY26 દરમિયાન કંપનીએ રૂ. 87.89 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જેમાં વાર્ષિક ધોરણે 6.74%ની વૃદ્ધિ થઈ હતી. કુલ આવક રૂ. 704.48 કરોડ રહી હતી, જેમાં વાર્ષિક ધોરણે 9.10%ની વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે EBITDA રૂ. 131.14 કરોડ રહ્યું હતું, જેમાં વાર્ષિક ધોરણે 5.78%ની વૃદ્ધિ થઈ હતી. કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે 18% ડિવિડન્ડની ભલામણ કરી છે, એટલે કે રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક શેર પર રૂ. 1.80નું ડિવિડન્ડ, જે આગામી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરીને આધીન છે.
Financial Highlights (Consolidated)
| Particulars | Q1 FY27 | Q1 FY26 | Y-O-Y (%) | FY26 | FY25 | Y-O-Y (%) |
| Total Income | 201.55 | 169.34 | 19.02% | 704.48 | 645.71 | 9.10% |
| EBITDA | 51.70 | 39.08 | 32.29% | 131.14 | 123.97 | 5.78% |
| Profit before Tax | 47.55 | 35.39 | 34.36% | 115.63 | 109.19 | 5.90% |
| Net Profit | 36.23 | 27.68 | 30.90% | 87.89 | 82.35 | 6.74% |
| E.P.S (Rs.) | 18.09 | 13.82 | 30.90% | 43.88 | 41.11 | 6.74% |
કંપની તેની લોંગ-ટર્મ સ્ટ્રેટેજીનાં ભાગરૂપે આગામી ત્રણ વર્ષમાં રૂ.1,000 કરોડની આવક હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેની હેઠળ વાર્ષિક 15 થી 18%નો વૃદ્ધિ દર હાંસલ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. કંપનીને આશા છે કે કાર્ડિયાક, ડાયાબિટિક, ડર્મેટોલોજી અને ENT સહિતના મુખ્ય થેરાપ્યુટિક ક્ષેત્રોમાં મજબૂત પર્ફોર્મન્સ તેની વૃદ્ધિને ટેકો આપશે.

ફાયનાન્સિયલ પર્ફોર્મન્સ અને ફ્યુચર આઉટલુક અંગે ટિપ્પણી કરતાં લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનાં ડિરેક્ટર મુંજાલ પટેલે જણાવ્યું હતું કે, “અમે FY27ની શરૂઆત અમારા વર્તમાન ગ્રોથ મોમેન્ટમને આગળ વધારવા તેમજ અમારા બિઝનેસના મુખ્ય ક્ષેત્રોને મજબૂત બનાવવા પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને કરી છે. અમારી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી અને પ્રોડક્ટ પાઇપલાઇનના સહારે અમે સ્થાનિક ક્ષેત્રો તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં અમારી પહોંચ વધારવાની તકોનું પણ મૂલ્યાંકન કરી રહ્યા છીએ. ઓપરેશનલ કાર્યક્ષમતા, પોર્ટફોલિયો એક્સપાન્શન અને શિસ્તબદ્ધ અમલીકરણ પર અમારા સતત ફોકસ સાથે, અમે મિડિયમ-ટર્મ રૂ. 1,000 કરોડની આવકને પાર કરવાના લક્ષ્યને હાંસલ કરવા અને શેરહોલ્ડર્સ માટે સતત વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે તથા અમારી ડેટ ફ્રી બેલેન્સશીટ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.”
કંપની વિવિધ હેલ્થકેર જરૂરિયાતોને પૂરી કરતી વખતે તેની ગ્લોબલ ફૂટપ્રિન્ટનાં વિસ્તરણ માટે પણ પ્રતિબદ્ધ છે. CRISIL Ratings એ લિંકન ફાર્માસ્યુટિકલ્સની બેંક સુવિધાઓ પર તેની ‘CRISIL A/Stable/CRISIL A1’ રેટિંગ્સની પુનઃપુષ્ટિ કરી છે. આ રેટિંગ પ્રમોટર્સનો બહોળો ઇન્ડસ્ટ્રી અનુભવ, સ્થાપિત માર્કેટ પોઝિશન અને હેલ્ધી ફાયનાન્સિયલ પ્રોફાઇલને દર્શાવે છે, જોકે વર્કિંગ કેપિટલની વધુ જરૂરિયાત તેમજ રેગ્યુલેટરી અને સ્પર્ધાત્મક પડકારો યથાવત છે. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સે (FIIs) કંપનીમાં પોતાની હિસ્સેદારી સતત વધારી છે અને 30 જૂન 2026 સુધીમાં તે 4.60% રહી છે.
