- Entertainment
- Fashion
- FLASH NEWS
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
બોન્ફિલિઓલી ટ્રાન્સમિશન્સનો IPO 15 ઓક્ટોબરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 558- 586
| IPO ખૂલશે | 15 ઓક્ટોબર |
| IPO બંધ થશે | 19 ઓક્ટોબર |
| એન્કર ઇન્વેસ્ટર્સ બિડિંગ | 14 ઓક્ટોબર |
| ફેસ વેલ્યૂ | રૂ.10 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 558- 586 |
| લોટ સાઇઝ | 25 શેર્સ અને ગુણાંકમાં |
| લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
| IPO સાઇઝ | 4,32,39,042 શેર્સ |
| IPO સાઇઝ | ₹2,534 કરોડ |
| ગ્રે માર્કેટ અનઓફિશિયલ પ્રિમિયમ | 30 ટકા, લાંબાગાળાના રોકાણ માટે ભરી શકાય |

અમદાવાદ, 13 ઓક્ટોબરઃ બોન્ફિલિઓલી ટ્રાન્સમિશન્સ લિમિટેડ (Bonfiglioli Transmissions) શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 558- 586ની પ્રાઇસબેન્ડ ધરાવતાં રૂ. 2534 કરોડના IPO સાથે તા. 15 ઓક્ટોબરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આઇપીઓ તા. 19 ઓક્ટોબરે બંધ થશે.
રોકાણકારો લઘુતમ 25 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 25 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં બિડ્સ લગાવી શકશે. એન્કર ઇન્વેસ્ટર્સ બિડિંગની તા. 14 ઓક્ટોબર રહેશે. આ ઓફરમાં બોન્ફિલિઓલી એસ.પી.એ. (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા કુલ 4,32,39,042 ઇક્વિટી શેર સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 10 છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
કંપનીના પ્રમોટર્સ: સોનિયા બોનફિગ્લિઓલી, લુસિયાનો બોનફિગ્લિઓલી, લુઈસા લુસાર્ડી, Bon-FI S.R.L અને બોનફિગ્લિઓલી S.P.A.
બોન્ફિલિઓલી ટ્રાન્સમિશન્સ લિમિટેડ ભારતની સૌથી મોટી ટેક્નોલોજી આધારિત કંપનીઓમાંની એક છે, જે મિકેનિકલ અને ઇલેક્ટ્રો-મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન તેમજ ઔદ્યોગિક ડ્રાઇવ સોલ્યુશન્સ પૂરા પાડે છે. કંપની વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતાં મહત્વપૂર્ણ અને પ્રિસિઝન-એન્જિનિયર્ડ ગિયર મોટર્સ, ગિયરબોક્સ અને ડ્રાઇવ સિસ્ટમ્સની વિશાળ રેન્જનું ઉત્પાદન કરે છે.

કંપનીનો મજબૂત પાયો વિશ્વભરમાં જાણીતી બોન્ફિલિઓલી બ્રાન્ડ પર આધારિત છે. આ બ્રાન્ડ વિશ્વભરમાં લગભગ 70 વર્ષથી કાર્યરત છે, જ્યારે ભારતમાં કંપનીને 25 વર્ષથી વધુનો કામગીરીનો અનુભવ છે. કંપનીની મુખ્ય પ્રમોટર બોન્ફિલિઓલી એસ.પી.એ.નું મુખ્ય મથક ઇટાલીમાં આવેલું છે. મિકેનિકલ અને ઇલેક્ટ્રો-મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન તથા ઔદ્યોગિક ડ્રાઇવ સોલ્યુશન્સના ક્ષેત્રમાં આ કંપની વિશ્વની સૌથી મોટી અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ અદ્યતન કંપનીઓમાંની એક છે.
લિસ્ટિંગઃ કંપની તેના ઇક્વિટી શેરનું લિસ્ટિંગ એનએસઇ અને બીએસઇ ખાતે કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
લીડ મેનેજર્સઃ એક્સિસ કેપિટલ લિમિટેડ, બીએનપી પારિબા, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ અને જેફરીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
