અંકિત જેમ્સ, ડી બિયર્સ સાઇટહોલ્ડર, ‘Eyora Jewels’ સાથે રિટેલ ક્ષેત્રમાં પ્રવેશ્યું
પ્રમાણિત સ્ત્રોતથી લઈને ટેક્નોલોજી આધારિત નેચરલ ડાયમંડ સોલિટેર જ્વેલરી પ્રોગ્રામ સુધી અંકિત જેમ્સનો નવો પ્રયાસ નવી પેઢીના ગ્રાહકો સુધી નેચરલ ડાયમંડ સોલિટેર પહોંચાડશે
અમદાવાદ, 14 ઓગસ્ટઃ અંકિત જેમ્સની હીરા ક્ષેત્રની ઉત્કૃષ્ટ વારસાગાથામાંથી જન્મેલું Eyora Jewels , જેનું નેતૃત્વ અંકિત શાહ, અંકિત સિંહ કિમટી અને સમ્યક કટારિયા કરી રહ્યા છે, તે ગ્રાહકોમાં નેચરલ ડાયમંડ પ્રત્યેનો વિશ્વાસ અને રસ વધુ મજબૂત બનાવવાના હેતુથી શરૂ કરાયેલું રિટેલ વેન્ચર છે.
Eyora Jewels પ્રાઇવેટ લિમિટેડ હીરા ક્ષેત્રની ઊંડી નિપુણતા, પ્રમાણિત સ્ત્રોત (Provenance) અને મજબૂત વ્યવસાયિક દૃષ્ટિકોણને એકસાથે લાવી ટેક્નોલોજી આધારિત નેચરલ ડાયમંડ સોલિટેર જ્વેલરી પ્રોગ્રામ રજૂ કરે છે. આ પ્રોગ્રામ રિટેલ જ્વેલર્સને વિશ્વાસ, કારીગરી અને ભવ્યતાના એકીકૃત બ્રાન્ડ હેઠળ હળવા વજનની નેચરલ ડાયમંડ જ્વેલરી રજૂ કરવાની સગવડ આપે છે.
Eyora Jewels ની દરેક જ્વેલરી IGI પ્રમાણિત છે અને દરેક સોલિટેર હીરા પર તેની ગર્ડલ પર વિશિષ્ટ Eyora ઇન્સ્ક્રિપ્શન કરવામાં આવે છે. ઉપરાંત, તમામ નેચરલ હીરા સંઘર્ષમુક્ત (Conflict-Free) અને જવાબદારીપૂર્વક મેળવેલા હોય છે, જે રિટેલર અને ગ્રાહક બંનેને સંપૂર્ણ વિશ્વાસ અને નિશ્ચિંતતા આપે છે.
બ્રાન્ડની નવીન રિટેલ વ્યૂહરચના અંગે વાત કરતાં Eyora Jewels ના સ્થાપક અને CEO અંકિત સિંહ કિમટીએ જણાવ્યું હતું:”જ્યારે અમે દેશભરના જ્વેલર્સ સાથે ચર્ચા કરી ત્યારે એક વાત સતત સામે આવી. તેઓ નેચરલ ડાયમંડના મૂલ્ય અંગે શંકા વ્યક્ત કરતા નહોતા, પરંતુ તેમાં રોકાણ કરવાના જોખમ અંગે ચિંતિત હતા. તેમને વધુ વિશ્વાસ, વધુ લવચીક ઇન્વેન્ટરી અને તેમના વ્યવસાયને આગળ વધારવામાં મદદરૂપ બને એવો ભાગીદાર જોઈએ હતો. આ જ પડકારને ઉકેલવા માટે અમે આયોરાની શરૂઆત કરી.”
Eyora Jewels એ પોતાનો નેચરલ ડાયમંડ સોલિટેર જ્વેલરી પ્રોગ્રામ હાલના જ્વેલરી રિટેલર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. તેના દ્વારા તેઓ પસંદગીયુક્ત કલેક્શન, સ્ટાન્ડર્ડાઇઝ્ડ મર્ચેન્ડાઇઝિંગ, વેબસાઇટ અને મોબાઇલ એપ સપોર્ટ, એકીકૃત બ્રાન્ડ અનુભવ, 100% બાયબેક અને એક્સચેન્જ તેમજ 25,000થી વધુ નેચરલ ડાયમંડ સોલિટેરની ઇન્વેન્ટરીનો લાભ મેળવી શકે છે. આ મોડલથી રિટેલર્સને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ વિના નેચરલ ડાયમંડ કેટેગરી શરૂ કરવાની તક મળે છે, સાથે તેમની નફાકારકતા અને કામગીરીની કાર્યક્ષમતા પણ વધે છે.

આ પ્રોડક્ટ શ્રેણી નેચરલ ડાયમંડ સોલિટેર જ્વેલરી પર કેન્દ્રિત છે, જેમાં 14 કેરેટ અને 18 કેરેટ સોનામાં એક કેરેટ સુધીના નેચરલ ડાયમંડ સોલિટેરનો સમાવેશ થાય છે. આ કલેક્શનમાં પરંપરાગત સોલિટેર ડિઝાઇન, આધુનિક મિનિમલિસ્ટિક સ્ટાઇલ તેમજ લાંબા આકાર અને વિશિષ્ટ કટ્સ સહિતના ફેન્સી-શેપ ડાયમંડનો સમાવેશ થાય છે. Eyora Jewels ની કિંમત રૂ. 50,000થી રૂ. 2.5 લાખ વચ્ચે રાખવામાં આવી છે, જેથી વધુ ગ્રાહકો માટે નેચરલ ડાયમંડ સોલિટેર જ્વેલરી સુલભ બને.
ડિજિટલ ફ્રન્ટએન્ડ સંભાળતા સમ્યક કટારિયાએ જણાવ્યું હતું:”ફિઝિકલ ઇન્વેન્ટરી ઉપરાંત, Eyora Jewels તેની વેબસાઇટ અને મોબાઇલ એપ દ્વારા 5,000થી વધુ જ્વેલરી ડિઝાઇનનો ડિજિટલ બેન્ક પણ પ્રદાન કરે છે. આથી રિટેલર્સ પોતાના શોરૂમમાં ઉપલબ્ધ જ્વેલરી ઉપરાંત અનેક વિકલ્પો ગ્રાહકોને સરળતાથી બતાવી શકે છે અને તેમની પસંદગી અનુસાર ડિઝાઇન રજૂ કરી શકે છે.”
કંપનીની વિકાસ યોજના અનુસાર શરૂઆતમાં મુંબઈ, દિલ્હી, ઇન્દોર, બેંગલુરુ અને હૈદરાબાદમાં રિટેલ પાર્ટનર્સ સાથે હાજરી સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ 10 મોટા શહેરોમાં 25થી વધુ સ્ટોર્સ સુધી વિસ્તરણ, સમગ્ર દેશમાં 100થી વધુ સ્થળોએ હાજરી અને અંતે ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મના સહારે સમગ્ર ભારતમાં મજબૂત નેટવર્ક ઉભું કરવાનો લક્ષ્ય છે. આ વિસ્તરણને અંકિત જેમ્સની ડી બિયર્સ સાઇટહોલ્ડર તરીકેની પ્રતિષ્ઠા, હીરા ક્ષેત્રની કુશળતા અને જવાબદાર સોર્સિંગની પરંપરાનો મજબૂત આધાર મળશે.
અંકિત જેમ્સના ડિરેક્ટર અને Eyora Jewels ના સ્થાપક અંકિત શાહે જણાવ્યું હતું: “અમારો વિશ્વાસ છે કે નેચરલ ડાયમંડનું ભવિષ્ય માત્ર ધરતીમાંથી નીકળતા હીરાઓથી નહીં, પરંતુ ગ્રાહકો સુધી પહોંચતા વિશ્વાસથી નક્કી થશે. આયોરા જ્વેલ્સ સાથે અમે આ વિશ્વાસની નવી સફર શરૂ કરતાં ગર્વ અનુભવીએ છીએ.”
દરેક હીરાની સફરને તેના સ્ત્રોતથી લઈને ગ્રાહક સુધી જોડતા Eyora Jewels નો હેતુ નેચરલ ડાયમંડ પ્રત્યે ફરીથી આકર્ષણ ઉભું કરવાનો છે, જેથી દરેક જ્વેલરી માત્ર તેની સુંદરતા માટે નહીં, પરંતુ તેની પાછળ રહેલી કહાની, પ્રામાણિકતા અને વારસાને કારણે પણ વિશેષ મૂલ્ય ધરાવે.
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
