દ્વારીકેશ સુગરનું વચગાળાનું 200 ટકા ડિવિડન્ડ
દ્રારીકેશ સુગર ઇન્ડસ્ટ્રીઝ લિએ. નાણાકીય વર્ષ 2021-22 માટે શેરદીઠ રૂ. 2 (200 ટકા) ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ આગલાં વર્ષના તેટલાંજ ગાળા માટે રૂ. 1.25 (125 ટકા) ડિવિડન્ડ જાહેર કર્યું હતું. કંપની ડિસ્ટીલરી બિઝનેસમાં નવું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી ચૂકી છે. કંપની હાલમાં 175 KLPDનો ડિસ્ટીલરી પ્રોજેક્ટ દ્વારીકેશ ધઆમ ખાતે સ્થાપી રહી છે. જે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના અંતે સ્થપાઇ જવાની ધારણા છે. ડિવિડન્ડની જાહેરાતના પગલે બુધવારે કંપનીના શેરનો ભાવ રૂ. 7.60 (5.79 ટકા)ના ઉછાળા સાથે રૂ. 138.75ની સપાટીએ બંધ રહ્યો હતો.