મુંબઈ, 26 નવેમ્બર, 2024: TATA ASSET MANAGEMENT એ ટાટા બીએસઈ બિઝનેસ ગ્રુપ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. `આ ફંડ સબ્સ્ક્રિપ્શન માટે આજથી 25 નવેમ્બર, 2024થી શરૂ થઈ ચૂક્યું છે અને ઓફર 9 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. TATA BSE સિલેક્ટ બિઝનેસ ગ્રુપ ઈન્ડેક્સ ફંડ ભારતના ટોચના સાત બિઝનેસ ગ્રુપમાં સામેલ કંપનીઓ સમાવિષ્ટ બીએસઈ સિલેક્ટ બિઝનેસ ગ્રુપ ઈન્ડેક્સને ટ્રેક કરે છે. આ બિઝનેસ જૂથો વિવિધ 19 ઈન્ડસ્ટ્રીઝમાં વિસ્તરેલા છે. સાત બિઝનેસ ગ્રુપમાં TATA ગ્રુપ, RELIENCE ઈન્ડસ્ટ્રીઝ, ADANI ગ્રુપ, ADITYA BIRLA ગ્રુપ, L&T, JINDAL ગ્રુપ અને MAHUNDRA ગ્રુપ સામેલ છે. પ્રત્યેક ગ્રુપનો વેઈટેજ રેશિયો તેના ફ્રી-ફ્લોટ માર્કેટ કેપના આધારે 23 ટકા નિર્ધારિત કરવામાં આવ્યો છે.

TATA ASSET MANAGEMENTના ચીફ બિઝનેસ ઓફિસર આનંદ વરદરાજને જણાવ્યું હતું કે, “અમે ટાટા બીએસઈ સિલેક્ટ બિઝનેસ ગ્રુપ ઈન્ડેક્સ ફંડ શરૂ કરવા બદલ ઉત્સુક છીએ, જે રોકાણકારોને ભારતના અગ્રણી જૂથોની વિકાસ યાત્રામાં ભાગ લેવાની અનન્ય તક પૂરી પાડે છે. ગતિશીલ બજારના માહોલમાં અનુકૂલન અને વિકાસ કરવાની આ વ્યવસાયોની ક્ષમતા તેમને લાંબા ગાળાના રોકાણકારો માટે આકર્ષક રોકાણો પૈકી એક બનાવે છે.”

ભારતનું અર્થતંત્ર 3.7 લાખ કરોડ ડોલરની જીડીપી સાથે સતત વિકસી રહ્યું છે. દેશ આજે વિશ્વમાં પાંચમો ટોચનું અર્થતંત્ર ધરાવતો દેશ બન્યો છે. સરકારના 2028 સુધી ત્રીજી ટોચની ઈકોનોમી બનાવવાના વિઝનને સાકાર કરવામાં આ બિઝનેસ જૂથો મહત્ત્વની ભૂમિકા ભજવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)