મુંબઇ, 13 માર્ચ: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (કેએમએએમસી/કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ)એ કોટક સિલ્વર ઇટીએફ ફંડ ઓફ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે, જે એક ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ છે અને કોટક સિલ્વર ઇટીએફના યુનિટ્સમાં રોકાણ કરે છે. ન્યુ ફંડ ઓફર સબસ્ક્રિપ્શન માટે 13 માર્ચ, 2023ના રોજ ખૂલીને 27 માર્ચ, 2023ના રોજ બંધ થશે.

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ  કંપની લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે, વિવિધ ઔદ્યોગિક કામગીરીમાં ઉપયોગમાં લેવાતી કિમતી ધાતુની સરળ એક્સેસ સાથે રોકાણકારો માટે પોર્ટફોલિયોને વૈવિધ્યસભર બનાવવા અમે કોટક સિલ્વર ઇટીએફ ફંડ ઓફ ફંડ રજૂ  કરી રહ્યાં છીએ.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)