અમદાવાદ, 14 માર્ચઃ વૈશ્વિક શેરબજારોમાં યુએસ બેન્કિંગ સિસ્ટમના ધજાગરાની વિપરીત અસર જોવા મળી રહી છે. સૂકા ભેગું લીલું બળે તે ન્યાયે ભારતીય શેરબજારોમાં પણ ધૂમાડા નીકળી રહ્યા છે. જોકે, 2014થી શરૂ થયેલી અને વચ્ચે 2020માં કામચલાઉ વિરામ લઇને આગળ વધેલી તેજી 63000 અને 19000ને ટચ થયા બાદ કરેક્શન મોડમાં છે. ઉબકી ગયેલા શોર્ટ અને મિડિયમ ટર્મ ઇન્વેસ્ટર્સના પ્રોફીટ બુકિંગ પ્રેશર ઉપરાંત વિદેશી સંસ્થાઓના પોર્ટફોલિયો ચર્નિગના કારણે ભારતીય શેરબજારોમાં ફોલ્લીને કેન્સર ગણીને બાયોપ્સી કરાવવા દોડેલા દર્દી જેવી હાલત સામાન્ય રોકાણકારોની થઇ રહી છે. સૌને એમ છે કે, ફરી બજાર સાફ થઇ જશે અને કંઇ જ હાથમાં નહિં આવે. માટે જે મળે તે લઇને છૂટા થઇ જઇએ. બજાર નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સ પણ હવે નિફ્ટી 13000ના અપશુકનિયાળ ગણાતા આંકડા તરફ અધોગતિ કરે તેવી આશંકા સેવી રહ્યા છે. જોવાનું એ રહેશે કે, માર્કેટ ક્યારે ટર્નઅરાઉન્ડ થાય છે.

સોમવારે નિફ્ટીએ 259 પોઇન્ટના ધોવાણ સાથે 17154 પોઇન્ટની સપાટી નોંધાવી છે. જોવાનું એ રહેશે કે, 17000 પોઇન્ટની સપાટી મંગળવારે તૂટે છે કે, મંદીવાળાઓ થોડી રાહ જુએ છે. ટેકનિકલી 17450 મહત્વની હર્ડલ અને 16849 પોઇન્ટની મહત્વની સપોર્ટ લાઇન પૈકી જે બાજુ માર્કેટ ટર્ન લે તે જોતાં રહેવું અને ટ્રેડિંગ સ્ટ્રેટેજી બદલતા રહેવી.

NIFTY17154BANK NIFTY39565IN FOCUS
S117002S139116GPIL (B)
S216849S238668TCS (B)
R117418R140352MCDOWELL (B)
R217682R241139AXIS BANK (B)

(Market Lens by Reliance Securities)

Listing of DIVGI TORQTRANSFER SYSTEMS LIMITED on 14th March, 2023

Symbol:DIVGIITTS
Series:Equity “B Group”
BSE Code:543812
ISIN:INE753U01022
Face Value:Rs 5/-
Issue Price:Rs. 590/- per share

Intraday trading Stratagy at a glance

(Recommendation by Kunvarji)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)