મુંબઇ, 14 માર્ચ : મુંબઈ સ્થિત એસેટ સિક્યોરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન કંપની, ઈન્વેન્ટ એસેટ્સ સિક્યુરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન પ્રા. લિ.એ બેન્કર જગદીશ કપૂરને ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. જગદીશ કપૂરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે પણ ફરજ બજાવી છે. તેઓ એચડીએફસી બેંક અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) ના ચેરમેન પણ રહી ચુક્યા છે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, નેશનલ હાઉસિંગ બેંક, નાબાર્ડ અને એક્ઝિમ બેંક જેવી કેટલીક અગ્રણી બેંકોના બોર્ડમાં સેવા આપી છે.