નવી દિલ્હીઃ કેલેન્ડર વર્ષ 2023માં અત્યારસુધીમાં ક્રિપ્ટો માર્કેટમાં સુધારો નોંધાયો છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં બિટકોઈનમાં 69.55 ટકા ઉછાળો જોવા મળ્યો છે. જે 1 જાન્યુઆરીએ 16625.08 ડોલરથી વધી આજે 28188.25 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન માર્ચ મહિનામાં 21 ટકા સુધી વધી છે. સમાન સમયગાળા દરમિયાન S&P 500માં 1.4 ટકાનો ઘટાડો થયો છે. અને સોનામાં આઠ ટકાનો ઉછાળો નોંધાયો છે. ક્રિપ્ટો માર્કેટમાં એવા સમયે તેજી જોવા મળી રહી છે જ્યારે એક પછી એક ઘણી બેન્કો નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. આવા અસ્થિર માહોલમાં જોખમી અસ્કયામતો તૂટવી સામાન્ય બાબત છે. બીજી બાજુ તેનાથી વિપરિત બિટકોઈન સહિત મોટભાગની ક્રિપ્ટો કરન્સીમાં તેજી જોવા મળી રહી છે.

મુખ્ય ક્રિપ્ટો ટોકન્સની કિંમત એટ એ ગ્લાન્સ

  • છેલ્લા સાત દિવસમાં બિટકોઈનમાં 12.85 ટકાનો ઉછાળો, ક્રિપ્ટો ટોકનની કિંમત $27,956.80ના સ્તરે
  • Ethereum ની કિંમત $1,758.44 ના સ્તર પર પહોંચી, છેલ્લા સાત દિવસમાં BNBમાં 9 ટકાથી વધુનો ઉછાળો
  • BNB ની કિંમત $334.83 પર પહોંચી, USD Coinની કિંમત $0.9986ના સ્તર પર પહોંચી