મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,594ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,705 અને નીચામાં રૂ.59,092ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.241 ઘટી રૂ.59,265ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.23 વધી રૂ.46,817 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.17 ઘટી રૂ.5,816ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.263 ઘટી રૂ.59,161ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.69,008ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,260 અને નીચામાં રૂ.68,551ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.136 વધી રૂ.68,974ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.107 વધી રૂ.68,964 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.111 વધી રૂ.68,981 બોલાઈ રહ્યો હતો.

ચાંદી રૂ.136 અને ક્રૂડ તેલ રૂ.138 સુધર્યા

કોટન-ખાંડીના વાયદાના ભાવમાં મિશ્ર વલણ

નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલા

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 10,769 સોદાઓમાં રૂ.1,489.36 કરોડના વેપાર થયા હતા. તાંબુ માર્ચ વાયદો રૂ.756ના ભાવે ખૂલી, રૂ.4.95 વધી રૂ.763.30 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.203.55 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.60 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.255ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 ઘટી રૂ.203.80 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.182.80 જસત-મિની માર્ચ વાયદો રૂ.0.65 ઘટી રૂ.255.75 બોલાઈ રહ્યો હતો. સોના-ચાંદીમાં MCX પર 84,540 સોદાઓમાં રૂ.5,904.94 કરોડનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,566ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,719 અને નીચામાં રૂ.5,566ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.138 વધી રૂ.5,670 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.138 વધી રૂ.5,675 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.186ના ભાવે ખૂલી, રૂ..30 ઘટી રૂ.185.60 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 0.9 ઘટી 197.1 બોલાઈ રહ્યો હતો. 49,233 સોદાઓમાં રૂ.1,671.35 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,120ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,280 અને નીચામાં રૂ.61,100ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 ઘટી રૂ.61,160ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.30 ઘટી રૂ.989.30 બોલાયો હતો. MCX ખાતે રૂ.14.90 કરોડનાં કામકાજ થયા હતા.