મુંબઇ, તા. ૨૧ માર્ચ: નવા મહિનાનાં વાયદાઓમાં આકર્ષણ વધવાના કારણે અને હાજર બજારોની લેવાલીનાં ટેકે આજે  NCDEX ખાતે કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. NCDEX ખાતે આજે ગુવારેક્ષમાં સુધારો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૨૩૧.૮૦ ખુલી સાંજે ૭૫૧૧.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૨૫૪ રૂ. ખુલી ઉંચામાં ૭૨૫૪ તથા નીચામાં ૭૨૫૪ રૂ. થઇ સાંજે ૭૨૫૪ રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  વાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી.આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૪૨ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૨૬ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ગુવાર ગમ, ગુવાર સીડ,  જીરૂ, હળદર સ્ટીલ તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણાનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૩૪૦ રૂ. ખુલી ૬૩૯૨  રૂ., દિવેલનાં ભાવ ૧૩૨૪ રૂ. ખુલી ૧૩૨૪ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૬૮૧ રૂ. ખુલી ૨૭૦૯ રૂ., ધાણા ૭૧૪૦ રૂ. ખુલી ૭૦૪૦ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૪૭૨ રૂ. ખુલી ૫૬૭૩ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૨૦૦ રૂ. ખુલી ૧૧૮૯૦ રૂ., જીરાનાં ભાવ ૩૨૮૮૫ રૂ. ખુલી ૩૩૭૯૫ રૂ., કપાસનાં ભાવ ૧૫૫૮.૦૦ રૂ. ખુલી ૧૫૭૨.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૮૩૪૦ ખુલી ૪૮૪૯૦ રૂ. અને હળદરનાં ભાવ  ૬૮૦૦  રૂ. ખુલી ૬૮૮૨ રૂ. બંધ રહ્યા હતા.