BANDHAN BANK એ FDના વ્યાજ દરો વધારીને 7.95 ટકા સુધી કર્યા

અમદાવાદ, 24 જૂન, 2026: બંધન બેંકે આજે જાહેરાત કરી કે 2 વર્ષથી લઈને 3 વર્ષથી ઓછી મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજદરમાં 20 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ વધારા બાદ બેંક હવે આ મુદતની FD પર મહત્તમ 7.95 ટકા વ્યાજદર આપી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને સૌથી વધુ 7.95 ટકા વ્યાજદર ઓફર કરી રહી છે. જ્યારે અન્ય ગ્રાહકોને આ જ મુદતની FD પર 7.45 ટકા વ્યાજ મળશે.

બેંક 5 વર્ષથી ઓછી મુદતની લાંબા ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પર પણ વરિષ્ઠ નાગરિકોને આકર્ષક 7.75 ટકા વ્યાજદર આપી રહી છે. જ્યારે અન્ય ગ્રાહકોને આ જ મુદતની ડિપોઝીટ પર 7.25 ટકા વ્યાજ મળશે, જે બેંકિંગ ક્ષેત્રમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ FD વ્યાજદરોમાંનો એક ગણાય છે.

બંધન બેંક રૂ. 5 લાખથી વધુ અને રૂ. 10 લાખ સુધીના બચત ખાતાના બેલેન્સ પર 6.5 ટકા વ્યાજદર પણ ઓફર કરે છે.

ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દરો અને મુદતની વિગતો નીચે મુજબ છેઃ

મુદતની વિગતોવરિષ્ઠ નાગરિકો સિવાયના માટે વ્યાજ દરવરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર
7 દિવસથી 14 દિવસ2.95 ટકા3.70 ટકા
15 દિવસથી 30 દિવસ2.95 ટકા3.70 ટકા
31 દિવસથી 2 મહિનાની અંદરની મુદત3.45 ટકા4.20 ટકા
2 મહિનાથી 3 મહિનાની અંદરની મુદત4.20 ટકા4.95 ટકા
3 મહિનાથી 6 મહિનાની અંદરની મુદત4.20 ટકા4.95 ટકા
6 મહિનાથી 1 વર્ષથી અંદરની મુદત4.20 ટકા4.95 ટકા
1 વર્ષ7.00 ટકા7.50 ટકા
1 વર્ષથી 1 વર્ષ 9 મહિના7.00 ટકા7.50 ટકા
1 વર્ષ 9 મહિના 1 દિવસતી 2 વર્ષની અંદરની મુદત7.00 ટકા7.50 ટકા
2 વર્ષથી 3 વર્ષની અંદરની મુદત7.45 ટકા7.95 ટકા
3 વર્ષથી 5 વર્ષની અંદરની મુદત7.25 ટકા7.75 ટકા
5 વર્ષથી 10 વર્ષ સુધીની મુદત5.85 ટકા6.60 ટકા
ટેક્સ સેવર ફિક્સ્ડ ડિપોઝીટ6.25 ટકા7.25 ટકા

બંધન બેંકના ગ્રાહકો રિટેલ ઇન્ટરનેટ બેંકિંગ અથવા mBandhan મોબાઇલ એપ્લિકેશન દ્વારા પોતાના ઘર અથવા ઓફિસમાંથી જ સરળતાથી FD બુક કરાવી અથવા તેમાં રોકાણ કરી શકે છે. આ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માત્ર થોડા જ મિનિટોમાં ઝડપથી અને કોઈપણ ઝંઝટ વિના FD બુક કરી શકે છે.