આગામી નાણાકીય કટોકટી ક્રિપ્ટોકરન્સીને કારણે આવશે, પ્રતિબંધ જરૂરી: RBI
નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આગામી નાણાકીય કટોકટી ખાનગી ક્રિપ્ટોકરન્સીના કારણે આવશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાદવા ભલામણ કરી છે. દાસે આ નિવેદન ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ દ્વારા આયોજિત BFSI ઈનસાઈટ સમિટ 2022માં આપ્યું હતું. ક્રિપ્ટોકરન્સીના આંતરિક મૂલ્ય પર પ્રશ્ન ઉભો કરે છે. દાસે…
