આઇનોક્સ ક્લિન એનર્જીએ રૂ. 10,000 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે આઇપીઓ માટે સેબીમાં તેનું ડીઆરએચપી ફાઇલ કર્યું છે. આઇપીઓનું કુલ કદ રૂ. 10,000 કરોડ છે, જેમાં રૂ. 8,000 કરોડનો ફ્રેશ ઇશ્યૂ તથા સેલિંગ શેરહોલ્ડર દ્વારા રૂ. 2,000 કરોડના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.

દેવાંશ જૈન અને અવર્ણા જૈન કંપનીના પ્રમોટર્સ છે.

ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ કંપની અને તેની પેટા કંપનીઓ (પ્રત્યક્ષ અને પરોક્ષ) કેટલાંક ઋણના સંપૂર્ણ અથવા આંશિક રિપેમેન્ટ અથવા પ્રી-પેમેન્ટ માટે તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરાશે.

આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડ મુખ્યત્વે બે પ્રમુખ બિઝનેસ વર્ટિકલ્સ સાથે ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ છે. તેનો રિન્યૂએબલ પાવર જનરેશન બિઝનેસ ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસ (આઇપીપી બિઝનેસ)માં ભારત અને આફ્રિકામાં 9.29 ગીગાવોટ રિન્યૂએબલ આઇપીપી પોર્ટફોલિયો સામેલ છે, જેમાંથી 31 ઓગસ્ટ, 2026 સુધીમાં 2.37 ગીગાવોટ ઓપરેશનલ છે અને અંદાજે 0.80 ગીગાવોટ કન્સ્ટ્રક્શન હેઠળ છે, 2.99 ગીગાવોટ પાઇપલાઇન કેપિસિટી છે અને 3.13 ગીગાવોટ ભાવિ કેપિસિટી છે. તેના સોલર મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં સોલર ફોટોવોલ્ટિક (પીવી) મોડ્યુલ્સનું ઉત્પાદન થાય છે, જ્યારે કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સોલર સેલ મેન્યુફેક્ચરિંગ કેપિસિટીનું નિર્માણ ચાલી રહ્યું છે. 31 ઓગસ્ટ, 2026 સુધીમાં તેની કુલ ઓપરેશનલ સોલર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા 6.00 ગીગાવોટ છે.

ક્રિસિલ રિપોર્ટ મૂજબ 31 ઓગસ્ટ, 2026 સુધીમાં કંપની ટોચના 10 ભારતીય રિન્યૂએબલ આઇપીપી પ્લેટફોર્મ પૈકીની એક છે તેમજ સંપૂર્ણ કમિશન્ડ ધોરણે ટોચના 10 ભારતીય ઇન્ટિગ્રેટેડ સોલર પીવી મોડ્યુલ અને સેલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પૈકીની એક છે. કંપનીના આઇપીપી બિઝનેસમાં રિન્યૂએબલ પાવર જનરેશન એસેટના વિકાસ, સંપાદન, માલિકી અને સંચાલનનો સમાવેશ થાય છે, જ્યારે સોલર મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં રિન્યૂએબલ એનર્જી માર્કેટ માટે પીવી મોડ્યુલ્સનું ઉત્પાદન સામેલ છે, જેમાં હાલમાં વિકાસ હેઠળ સોલર સેલ મેન્યુફેક્ચરિંગમાં બેકવર્ડ ઇન્ટિગ્રેશન છે.

આ કંપની વ્યાપક INOXGFL ગ્રૂપનો હિસ્સો છે, જે એક વૈવિધ્યસભર ઔદ્યોગિક સમૂહ છે, જેમાં કેમિકલ અને રિન્યૂએબલ એનર્જી બિઝનેસ સામેલ છે અને ભારતમાં ત્રણ લિસ્ટેડ એન્ટિટી છે, જેમકે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ, આઇનોક્સ વિન્ડ લિમિટેડ અને આઇનોક્સ ગ્રીન એનર્જી સર્વિસીસ લિમિટેડ.

નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ, સીએલએસએ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એમિરેટ્સ એનબીડી કેપિટલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ લિમિટેડ, આઇઆઇએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ આઇઆઇએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી), જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને યુબીએસ સિક્યોરિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)