MCX REPORT: સોનાનો વાયદો રૂ.211 નરમ, ચાંદીના વાયદામાં રૂ.136ની વૃદ્ધિ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.92035.3 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15742.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.76292.07 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25290 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.924.16 કરોડનું થયું…

Read More

શેરબજારોમાં અસ્થિરતાની સ્થિતિ છતાં પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણપ્રવાહ યથાવત્ રહ્યો

MF ઉદ્યોગનો સરેરાશ AUM જુલાઈમાં રૂ. 77 લાખ કરોડ હતો જે 0.38% ઘટ્યો અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો AUM સ્થિર હોવાનું દર્શાવે છે. ઓગસ્ટમાં, ઉદ્યોગનો સરેરાશ AUM જુલાઈમાં રૂ. 77 લાખ કરોડ હતો જે 0.38% ઘટીને રૂ. 76.71 લાખ કરોડ થયો છે. ઉલ્લેખનીય છે કે, મહિના દરમિયાન સેન્સેક્સમાં 1.70%નો ઘટાડો જોવા મળ્યો હતો. 1…

Read More

ADANI GREEN ENERGY ની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં માઈલસ્ટોન વૃદ્ધિની ઘોષણા

અમદાવાદ, 9 સપ્ટેમ્બરઃ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ તેની સ્ટેપડાઉન પેટાકંપનીઓની શ્રેણીમાં ગુજરાતના ખાવડા ખાતે કુલ 87.5 મેગાવોટ (MW) પાવર પ્રોજેક્ટ્સના સંચાલનની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ્સના ઉમેરા સાથે AGEL ની કુલ કાર્યરત નવીનીકરણીય ઉત્પાદન ક્ષમતા હવે 16,078 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે, જે આ ક્ષેત્રમાં એક મુખ્ય ખેલાડી તરીકે કંપનીની સ્થિતિને વધુ મજબૂત બનાવે…

Read More

AXIS BANK એ ‘પિંક કેપિટલ:  ધ સ્પેક્ટ્રમ ઓફ ક્વીઅર મની’ લોન્ચ કર્યો

અમદાવાદ, 9 સપ્ટેમ્બરઃ એક્સિસ બેંકે ભારતના LGBTQIA+ સમુદાયની નાણાંકીય જરૂરિયાતો શોધી શકે તેવા ક્વોન્ટિટેટિવ રિપોર્ટ ‘પિંક કેપિટલઃ ધ સ્પેક્ટ્રમ ઓફ ક્વીઅર મની’ના લોન્ચની આજે જાહેરાત કરી હતી. ક્વીઅર ગ્રાહકો પ્રાથમિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપે છે જેમાં સૌથી વધુ હિસ્સો સિસ્ટમેટિક એક્સેસ અને ઇક્વાલિટી (34.2 ટકા), ત્યારબાદ હેલ્થકેર અને સેફ્ટી (20 ટકા), નાણાંકીય સુરક્ષા અને ભવિષ્યની સ્થિરતા…

Read More

ઓગસ્ટમાં  ઇન્ડિયન ઇક્વિટીમાં FII હોલ્ડિંગ 1૩ વર્ષના તળિયે પહોંચ્યું

મુંબઇ, 5 સપ્ટેમ્બરઃ ઓગસ્ટમાં ભારતીય ઇક્વિટીમાંથી ધીરે ધીરે વિદેશી રોકાણકારોની ખરીદી ઘટી રહી છે. એટલું જ નહિં તેમનું ઇક્વિટી હોલ્ડિંગ પણ  13 વર્ષના તળિયે પહોંચ્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. NSE-લિસ્ટેડ કંપનીઓમાં તેમનો હિસ્સો ઘટીને 15.85 ટકા થયો છે. NSDLના ડેટા દર્શાવે છે કે ઇક્વિટીમાં વિદેશી પોર્ટફોલિયો સંપત્તિ એક મહિના અગાઉના રૂ. 71.97 લાખ કરોડથી…

Read More

GST માં ઘટાડો ઓર્ગેનાઇઝ્ડ ડ્રાય ફ્રૂટ્સ ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર બનશે

અમદાવાદ, 4 સપ્ટેમ્બર: પ્રોવેન્ટસ એગ્રીકોમ લિમિટેડ ખાતે અમે બદામ અને અન્ય સૂકામેવા પર જીએસટીનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળની ગતિશીલ ભારત સરકાર દ્વારા લેવાયેલા ભવિષ્યલક્ષી પગલાંનું ઉમળકાભેર સ્વાગત કરીએ છીએ. આ મહત્વનો સધારો ન કેવળ વપરાશને પ્રોત્સાહન આપશે અને તંદુરસ્ત, પોષકતત્વોથી ભરપૂર પ્રોડક્ટ્સને ભારતીય ગ્રાહકો માટે…

Read More

GST ટેક્સ સ્લેબ, 5 અને 18 ટકા: નોરતાનાં પહેલાં દિવસથી ફેરફાર લાગુ થશે

અમદાવાદ, 4 સપ્ટેમ્બરઃ GSTના ફક્ત બે સ્લેબ હશે, 5% અને 18%. આનાથી સાબુ, શેમ્પૂ, એસી, કાર જેવી આવશ્યક વસ્તુઓ સસ્તી થશે. GST કાઉન્સિલની 56મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે દૂધ, રોટલી, પીત્ઝા બ્રેડ સહિતની ઘણી ખાદ્ય ચીજો GST મુક્ત રહેશે. હેલ્થ અને જીવન વીમા પર પણ ટેક્સ ફ્રી કરવામાં…

Read More

GSTમાં ફેરફાર બાદ સેન્સેક્સમાં 600 પોઈન્ટની તેજી, નિફ્ટીમાં પણ 180 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ, 4 સપ્ટેમ્બરઃ  GSTમાં ફેરફાર પછી આજે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 600 પોઈન્ટ સાથે 0.70% વધીને 81,100ને પાર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 150 પોઈન્ટ સાથે 0.60% વધીને 24,860ને પાર ટ્રેડ કરી રહ્યો છે. આજના બજારમાં સૌથી મોટો ઉછાળો ઓટો અને FMCG શેરોમાં જોવા મળ્યો છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 2%થી વધુ…

Read More