MCX DAILY REPORT: સોનાનો વાયદો રૂ.1292 અને ચાંદીનો વાયદો રૂ.5618 ઘટ્યો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.516719.54 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.29179.66 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.487539.88 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2624.51 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18747.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.158789ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.158789 અને નીચામાં રૂ.157735ના મથાળે અથડાઈ, રૂ.159081ના આગલા બંધ સામે રૂ.1292 ઘટી રૂ.157789ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.922 ઘટી રૂ.126524ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.152 ઘટી રૂ.15789 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.1196 ઘટી રૂ.157319ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.158299ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.158299 અને નીચામાં રૂ.157244ના સ્તરને સ્પર્શી, રૂ.158506ના આગલા બંધ સામે રૂ.1103 ઘટી રૂ.157403ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.274727ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.274727 અને નીચામાં રૂ.269913ના મથાળે અથડાઈ, રૂ.276716ના આગલા બંધ સામે રૂ.5618 ઘટી રૂ.271098ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.5356 ઘટી રૂ.275058ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.5291 ઘટી રૂ.275080ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 4514.74 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.6.55 ઘટી રૂ.1341ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત મે વાયદો 30 પૈસા ઘટી રૂ.374.35ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો 75 પૈસા વધી રૂ.387.4ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો રૂ.1.05 વધી રૂ.204.4ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 5830.86 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી મે વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4949ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5003 અને નીચામાં રૂ.4930ના મથાળે અથડાઈ, રૂ.56 વધી રૂ.4999ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ.8778ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.8980 અને નીચામાં રૂ.8749ના મથાળે અથડાઈ, રૂ.8626ના આગલા બંધ સામે રૂ.269 વધી રૂ.8895ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.268 વધી રૂ.8895 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.2.5 વધી રૂ.280 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.2.2 વધી રૂ.279.8 થયો હતો.
| ક્રૂડ તેલના વાયદામાં રૂ.269ની વૃદ્ધિ | કોમોડિટી વાયદાઓમાં રૂ.29179.66 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.487539.88 કરોડનું ટર્નઓવર |
| ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 18.10 કરોડનાં કામકાજ | બિનલોહ ધાતુઓમાં રૂ. 4514.74 કરોડનાં કામકાજ |
| એનર્જી સેગમેન્ટમાં રૂ. 5830.86 કરોડનાં કામકાજ | સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18747.33 કરોડનાં કામકાજ |
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.959ના ભાવે ખૂલી, 90 પૈસા વધી રૂ.955.8 થયો હતો. એલચી મે વાયદો કિલોદીઠ રૂ.2722ના ભાવે ખૂલી, રૂ.12 વધી રૂ.2739ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 10339.89 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 8407.44 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 3057.33 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 782.85 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 27.03 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 637.76 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 18.10 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 3909.30 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1903.46 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 5.45 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.24 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 9772 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 65406 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 20001 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 324185 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 49673 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 10192 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 25722 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 84206 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1920 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 15383 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 23186 લોટના સ્તરે રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.44.3 વધી રૂ.277.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.45 વધી રૂ.14.55ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.410 ઘટી રૂ.162.5 થયો હતો. આ સામે ચાંદી મે રૂ.275000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3174 ઘટી રૂ.331ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ.1450ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.74 ઘટી રૂ.8.3ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.370ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.83 ઘટી રૂ.6.5ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જૂન રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.46.9 વધી રૂ.284ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જૂન રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.4 વધી રૂ.14.65 થયો હતો. સોનું-મિની મે રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.491.5 ઘટી રૂ.296ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની મે રૂ.280000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2567 ઘટી રૂ.185 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.8000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.85.3 ઘટી રૂ.246.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.7 ઘટી રૂ.14.2 થયો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
