ચોમાસામાં ટાયરની માંગ 51% વધી:  જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ

  • એમઆરએફ, અપોલો અને બ્રિજસ્ટોન ભારતની ત્રણ સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સ
  • ટિયર-વન શહેરોમાં દિલ્હી, મુંબઇ, બેંગલુરુ, ચેન્નાઇ અને હૈદરાબાદમાં ટાયરની મહત્તમ માંગ
  • ફોર-વ્હિલર ટાયર્સની માંગમાં 54% વધારો, જ્યારે ટુ વ્હિલર્સ ટાયર્સની માંગ યથાવત

મુંબઇ, 6 જુલાઇઃ ટિયર-ટુ શહેરોમાં ઊંચા વૃધ્ધિ દરને પગલે આ ચોમાસામાં ભારતમાં ટાયર્સની ઓનલાઇન સર્ચમાં 51 ટકા વધારો થયો છે. એમઆરએફ, અપોલો અને બ્રિજસ્ટોન સૌથી વધુ સર્ચ કરાયેલી બ્રાન્ડ્સ હતી એમ જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સનો અહેવાલ જણાવે છે.ભારતનાં નંબર વન સર્ચ એન્જિન જસ્ટ ડાયલ પર કન્ઝ્યુમર સર્ચ પરથી જાણવા મળ્યું છે કે એપ્રિલ-મે-જૂન ક્વાર્ટરમાં ટાયર્સની માંગ 51% YoY અને  20% QoQ વધી હતી. ટિયર-ટુ શહેરોમાં માંગ 67% વધી હતી, જ્યારે ટિયર-વન શહેરોમાં સ્થિર રહી હતી. ટિયર-વન શહેરોમાં 14% QoQ વધારો નોંધાયો હતો, જ્યારે ટિયર-ટુ શહેરોમાં 18% નો વધારો થયો હતો. કાર ટાયરની માંગ 54% (YoY) વધી હતી, જ્યારે ટુ-વ્હિલર્સની માંગ દેશભરમાં સમાન રહી હતી. કન્ઝ્યુમર ટ્રેન્ડ અંગે ટિપ્પણી કરતા જસ્ટ ડાયલના સીએમઓ પ્રસુન કુમારે જણાવ્યું હતું કે, “ટાયર્સની માંગમાં વધારો પેસેન્જર વ્હિકલ સેગમેન્ટમાં એકંદર સેન્ટિમેન્ટને અનુરુપ હતો. કેટલાંક નવા લોન્ચિસને કારણે પેસેન્જર વ્હિકલની માંગમાં YoY ધોરણે વધારો થયો હતો. દેશભરમાં ટાયર્સની માંગમાં વધારા માટે ટિયર-ટુ શહેરો જવાબદાર હતા. આ શહેરોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો વૃધ્દિ દર જોવા મળ્યો હતો. સુધરી રહેલા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટને જોતાં અમે અમારા પ્લેટફોર્મ પર ટાયર્સ ડિલર્સની વિશાળ રેન્જ એગ્રીગેટ કરી છે, જેથી અમારા યુઝર્સને બેસ્ટ ડીલ મળે. આને કારણે નવા ટાયર્સની સર્ચ માટે ઓટોમોબાઇલ યુઝર્સ જસ્ટ ડાયલ પર જ સર્ચ કરે છે.”

જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટસ પરથી એવું પણ જાણવા મળ્યું કે દેશમાં એમઆરએફ, અપોલો, બ્રિજસ્ટોન, સીયેટ, જેકે, ગુડઇયર, મિશનીલ, યોકોહામા, ટીવીએસ અને બીકેટી ટોપ 10 મોસ્ટ સર્ચ્ડ બ્રાન્ડ્સ હતી, જેમાં એમઆરએફ, અપોલો અને બ્રિજસ્ટોન ટોપ થ્રી હતી, જે પ્લેટફોર્મ પર 77 % સર્ચ ધરાવે છે. ટાયર્સની મહત્તમ માંગ ધરાવતા ટોચના પાંચ ટિયર-વન શહેરોમાં દિલ્હી, મુંબઇ, બેંગલુરુ, ચેન્નાઇ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. એમઆરએફની મહત્તમ માંગ દિલ્હી, ચેન્નાઇ અને હૈદરાબાદમાં હતી, જ્યારે અપોલોના ટોચનાં બજારોમાં દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ અને બેંગલુરુનો સમાવેશ થાય છે. બ્રિજસ્ટોન માટે સૌથી વધુ સર્ચ દિલ્હી, મુંબઇ અને બેંગલુરુમાં નોંધાઈ હતી. ટિયર-ટુ ટાઉન્સ અને શહેરોમાં ટાયર્સની મહત્તમ માંગ ચંદીગઢ, કોઇમ્બતુર, જયપુર, થિરુવનંતપુરમ અને લખનઉમાં નોંધાઈ હતી. ટિયર-ટુ માર્કેટ્સમાં એમઆરએફ અને અપોલોની માંગનો વૃધ્ધિ દર (YOY)  58% હતો, જ્યારે બ્રિજસ્ટોનમાં બમણો હતો.

SBIએ ડિફેન્સ સેલેરી પેકેજ માટે ભારતીય વાયુદળ સાથે MOU રિન્યૂ કર્યા

મુંબઈ: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ એના વિશિષ્ટ ડિફેન્સ સેલેરી પેકેજ (ડીએસપી) સ્કીમ દ્વારા ભારતીય વાયુ દળના તમામ સેવારત અને સેવાનિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનોને વિવિધ પ્રકારના બેનિફિટ અને ખાસિયતો ઓફર કરવા ભારતીય વાયુ દળ સાથે સમજૂતી કરાર (એમઓયુ)ને રિન્યૂ કર્યા છે. નવી દિલ્હીમાં હસ્તાક્ષર થયેલા આ એમઓયુ એર ચીફ માર્શલ વી આર ચૌધરી, પીવીએસએમ, એવીએસએમ, વીએમ, એડીસી, એર માર્શલ કે અનંતરામન, વીએસએમ, એર ઓફિસર ઇન-ચાર્જ એડિમિનિસ્ટ્રેશન અને એર વાઇસ-માર્શલ અશોક સાઇની, વીએસએમ, આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ (એકાઉન્ટન્ટ્સ એન્ડ એર વેટેરન્સ), શ્રી સ્વામિનાથન જે, મેનેજિંગ ડિરેક્ટર, એસબીઆઈ, શ્રી પી સી કંડપાલ, ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર, એસબીઆઈ, શ્રી દેવેન્દ્ર કુમાર, સીજીએમ, એસબીઆઈ, એર વાઇસ માર્શલ એ કે સિંહ, ડિફેન્સ બેંકિંગ એડવાઇઝર તથા બેંક અને ભારતીય વાયુ દળના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા. એસબીઆઈ વાયુદળના કર્મચારીઓને પૂરક પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, એર એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ અને ઓન-ડ્યુટી ડેથ (એક્શન દરમિયાન) વધારાનું કવચ સ્વરૂપે વિસ્તૃત બેનિફિટ ઓફર કરે છે. કાયમી કુલ વિકલાંગતા/આંશિક વિકલાંગતા માટે વીમાકવચ પણ ઉપલબ્ધ છે. વાયુદળના કર્મચારીનું મૃત્યુ થવાના કિસ્સામાં મૃતકના પરિવારને બાળકના શિક્ષણ અને કન્યાના લગ્ન માટે વધારાના કવચ પ્રદાન કરવામાં આવે છે. આ પેકેજ અંતર્ગત નિવૃત્ત કર્મચારીઓ તેમની વય ધ્યાનમાં રાખ્યાં વિના પર્સનલ એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ માટે પાત્ર બનશે. પેન્શનર્સના પરિવારજનોને પણ અનેક ફાયદા મળશે. એસબીઆઈના ચેરમેન શ્રી દિનેશ ખારાએ કહ્યું હતું કે, “ડિફેન્સ સેલેરી પેકેજ મારફતે અનેક ફાયદા ઓફર કરે છે. અમે અમારી ફ્લેગશિપ સંરક્ષણ પગાર યોજના અંતર્ગત સંરક્ષણ કર્મચારીઓને કસ્ટમાઇઝ સોલ્યુશન્સ પ્રદાન કરવાનું જાળવી રાખીશું.”

ભારતપેએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 3600 કરોડથી વધુ લોન આપી

  • ભારતપેના એનબીએફસી પાર્ટનર્સ મારફતે લોનના વિતરણમાં ત્રિમાસિક ધોરણે 112 ટકાનો વધારો
  • અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 50%+ વૃદ્ધિ રેકોર્ડ થઈ
  • ભારતપેએ જૂન, 2022માં રૂ. 1400 કરોડની લોનનું વિતરણ કર્યું

નવી દિલ્હી: ભારતપેએ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 3600 કરોડથી વધારેની લોન આપીને અગાઉના ત્રિમાસિક ગાળા (નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળા)માં સફળતાપૂર્વક બમણી  લોન આપી છે, જેમાં અગાઉના ત્રિમાસિક ગાળા કરતાં 112 ટકાની ઊંચી વૃદ્ધિ રેકોર્ડ કરી છે. ભારતપેએ અત્યાર સુધીનો સૌથી વધુ એન્યૂલાઇઝ ટીપીવી 18.5 અબજ ડોલર હાંસલ કર્યો છે – જે નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળા કરતાં 50%+ વધારે છે. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 1.2 લાખથી વધારે વેપારીઓને લોન આપી હતી, જે નાણાકીય વર્ષ 2021-22ના અંતિમ ત્રિમાસિક ગાળામાં 66,000 વેપારીઓથી વધારે છે. લોન માટે ટોચની કેટેગરીઓમાં આ સામેલ છે – ગ્રોસરી, ફૂડ એન્ડ બેવરેજીસ, રોડસાઇડ કિઓસ્ક અને સ્ટ્રીટ વેન્ડર્સ તેમજ રિટેલ આઉટલેટ્સ. ઉપરાંત ભારતપેની અન્ય પ્રોડક્ટ ઓફરમાં કાર્ડ સ્વીકારતા પીઓએસ વ્યવસાયો (ભારતસ્વાઇપ) સામેલ છે અને એના વેપારીઓ માટેના ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મે અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીમાં સતત ઊંચી વૃદ્ધિ (30%+થી વધારે) રેકોર્ડ કરી હતી. આ સફળતા પર ભારતપેના સીઇઓ શ્રી સુહૈલ સમીરે કહ્યું હતું કે, “મહામારીએ ડિજિટલ પેમેન્ટની વૃદ્ધિ અને દેશના ધિરાણ માટે અતિજરૂરી ટેકો પ્રદાન કર્યો છે. અમારા ધિરાણ (ટેકનોલોજી અને ડેટા)ના નવા પાવર સેન્ટર્સમાં મજબૂત કામગીરી સાથે ભારતપે આ પરિવર્તન લાવવામાં મોખરે છે. નાણાકીય વર્ષ 2021-22માં મર્ચન્ટ લોન્સમાં 3 ગણી વૃદ્ધિ, પેમેન્ટમાં 2.5 ગણી વૃદ્ધિ અને આવકમાં 4 ગણી વૃદ્ધિની સફળતા મેળવ્યા પછી ભારતપેએ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ ત્રિમાસિક ગાળો રેકોર્ડ કર્યો છે. અમે ડિજિટલ પેમન્ટની પદ્ધતિ, યુપીઆઈમાં વધારો અને અદ્યતન ફિનટેક ઉત્પાદનોની સ્વીકાર્યતામાં વધારા તરફ મોટા પાયે વળ્યાં છીએ. અમે છેલ્લાં ત્રિમાસિક ગાળામાં કુલ લોનના વિતરણમાં 112 ટકાની વૃદ્ધિ રેકોર્ડ કરી છે. આ આંકડો લાખો ઓફલાઇન મર્ચન્ટ પાર્ટનર્સ અને ઉપભોક્તાઓએ અમારામાં મૂકેલા વિશ્વાસનો પુરાવો છે.”

ઇન્ડસઇન્ડ બેંકે વિશિષ્ટ ડિજિટલ અનુભવ પ્રદાન કરવા મોએંગેજ સાથે જોડાણ કર્યું

બેંગલોર: ઇન્ડસઇન્ડ બેંકે ગ્રાહકની વિવિધ સફરમાં વિશિષ્ટ ડિજિટલ અનુભવ પ્રદાન કરવા ઉપયોગી જાણકારી સંચાલિત કસ્ટમર એંગેજમેન્ટ પ્લેટફોર્મ મોએંગેજ સાથે વ્યૂહાત્મક જોડાણની જાહેરાત કરી હતી. આ જોડાણના ભાગરૂપે ઇન્ડસઇન્ડ બેંક મોએંગેજના ટેકનોલોજી પ્લેટફોર્મનો ઉપયોગ કરશે તથા એના ગ્રાહકોને ‘જનરેશન ઝેડ’ ડિજિટલ બેંકિંગ અનુભવ પ્રદાન કરશે. બેંક ગ્રાહકો સૌથી વધુ સમય પસાર કરે છે એ તમામ ચેનલ્સમાં પર્સનલાઇઝ કન્ટેન્ટ અને ભલામણો માટે સક્ષમ બનશે. ઇન્ડસઇન્ડ બેંકના ડિજિટલ બેંકિંગ અને સ્ટ્રેટેજીના હેડ ચારુ માથુરે કહ્યું હતું કે, “ઇન્ડસઇન્ડ બેંક જવાબદાર નવીનતા લાવવામાં હંમેશા મોખરે છે. આ પરિબળને હાર્દમાં રાખીને અમે મોએંગેજને બોર્ડ પર લીધી છે. ઇન્ડસઇન્ડ બેંકના કન્ઝ્યુમર બેંકિંગ એન્ડ માર્કેટિંગના હેડ સૌમિત્ર સેને ઉમેર્યું હતું કે, “ઇન્ડસઇન્ડ બેંકનું મોએંગેજ સાથે જોડાણ વ્યૂહાત્મક પરિણામો હાંસલ કરવા ડિઝાઇન કરેલું છે, જે પ્રસ્તુત અને પર્સનલાઇઝ નાણાકીય ભલામણો પ્રદાન કરીને અમારા ગ્રાહકો માટે સૌથી વધુ પસંદગીની બેંક બનવાના અમારા વિઝનને ટેકો આપશે. મોએંગેજના ચીફ બિઝનેસ ઓફિસર (APAC & EMEA) યશ રેડ્ડીએ કહ્યું હતું કે, “મિલેનિયલ્સ અને જનરેશન ઝેડના ગ્રાહકોના મહત્વમાં વધારો થવાની સાથે અમે નાણાકીય સંસ્થાઓને ડિજિટલ જોડાણ વધારવા વિવિધ વ્યૂહરચનાઓ વિકસાવીને આ બંને વર્ગો તરફ ધ્યાન કેન્દ્રિત કરતા જોઈ રહ્યાં છીએ.

લાઇફસ્ટાઇલે ફેશનની સાથે ‘સસ્ટેનેબિલિટી’ માટે ગૂંજ સાથે ભાગીદારી કરી

ફેશન ડેસ્ટિનેશન લાઇફસ્ટાઇલે ટકાઉપણાને પ્રોત્સાહન આપવા પોતાના સીએસઆર પ્રોગ્રામ માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કૃત અને ભારત ભરમાં કાર્યરત નૉન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ગૂંજ સાથે સહયોગ કર્યો છે. આ પહેલના ભાગરૂપે, અંડર-યુઝ્ડ કપડાના રિસાયક્લિંગને સક્ષમ કરવા અને વંચિતોના વિકાસ માટે તેને ચેનલાઇઝ કરવા માટે દેશભરમાં 60 લાઇફસ્ટાઇલ સ્ટોર્સ ખાતે દાન પેટીઓ સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રોગ્રામ 4થી જુલાઈના રોજ બેંગલુરૂમાં લાઈફસ્ટાઈલ ઓએસિસ મોલ સ્ટોર ખાતે ગૂંજ અને લાઈફસ્ટાઈલના મુખ્ય મહાનુભાવો દ્વારા દાન પેટીના અનાવરણ સાથે શરૂ કરવામાં આવ્યો હતો. ગૂંજ એ નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જેણે શહેરીથી ગામડા સુધી સમુદાયની આગેવાની હેઠળની ભાગીદારીનું નેટવર્ક બનાવ્યું છે અને ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, પર્યાવરણ, આજીવિકા, શિક્ષણ, આરોગ્ય, આપત્તિ રાહત અને પુનર્વસનમાં નિર્ણાયક અંતરને દૂર કરવા માટે ગ્રામીણ પ્રયાસો અને શાણપણ સાથે વિનિમય કરવાના સાધન તરીકે શહેરી વધારાની સામગ્રીને ચેનલાઇઝ કરી છે. આ પ્રસંગે રોહિણી હલ્દિયા, આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ, માર્કેટિંગ, લાઈફસ્ટાઈલે જણાવ્યું, “લાઇફસ્ટાઇલ દ્રઢપણે માને છે કે સમાજની પ્રગતિ એ એક સામૂહિક જવાબદારી છે અને તેનો ઉદ્દેશ ઓછા ઉપયોગ કરાયેલા ફેશનના રિસાયક્લિંગને સુવિધા પ્રદાન કરવાનો છે.” ગૂંજના સ્થાપક અને મેગ્સેસે એવોર્ડ વિજેતા અંશુ ગુપ્તાએ જણાવ્યું, “લાઇફસ્ટાઇલ સાથેનું આ અભિયાન ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે. આ પ્રક્રિયામાં ઘણાં કપડાંને લેન્ડફિલમાં જતા અટકાવવામાં આવશે, તેના બદલે તેઓ વિશ્વમાં ગૌરવ અને વિકાસને ટ્રિગર કરવામાં નવી ભૂમિકા ભજવશે. આ સામાજિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ચક્રયિતાથી આગળ વધી રહ્યું છે, જે ચોતરફ જીતનું નિર્માણ કરી રહ્યું છે.”

વિવિધ શહેરોમાં દાન પેટીઓ મૂકવામાં આવશે

આ દાન પેટી બેંગ્લોર, મેંગલોર, મૈસુર, ચેન્નાઈ, કોઈમ્બતુર, હૈદરાબાદ, નવી દિલ્હી, ગુડગાંવ, નોઈડા, ગાઝિયાબાદ, લખનૌ, કાનપુર, જયપુર, ચંદીગઢ, મુંબઈ, નવી મુંબઈ, પુણે, અમદાવાદ, નાગપુર, કોલકાતા, ભુવનેશ્વર, ઇન્દોર, ગુવાહાટી સહિતના અન્ય મુખ્ય શહેરોમાં સ્થાપિત કરવામાં આવશે.