અમદાવાદમાં રહેણાંક મકાનોના વેચાણમાં H1 2022માં 95% વૃદ્ધિ

- 8,190 રહેણાક યુનિટ્સ વેચાયાઃ નાઇટ ફ્રેંક ઇન્ડિયા
- રૂ. 50 લાખથી એક કરોડની કેટેગરીમાં યુનિટ્સનું કુલ વેચાણ H1 2021માં 22% હતુ તે H1 2022માં વધીને 28% થયુ
- ઓફિસ વોલ્યુમ 13 લાખ ચો.ફૂટ નોંધાયુ, જે 2015થી અત્યાર સુધીમાં સૌથી વધુ છે H1 2022માં 202% ઊછાળો
- H2 2022 દરિયાન નોંધાયેલ કુલ લિઝીંગ પ્રવૃત્તિના 77% યોગદાન સાથે CBD વેસ્ટ આગળ છે વ્યવહારોનો
મુંબઇ: નાઇટ ફ્રેંક ઇન્ડિયાએ તેના તાજેતરના અહેવાલ ઇન્ડિયા રિયલ એસ્ટેટઃ H1 2022 (જાન્યુઆરીથી જૂન 2022)માં દર્શાવ્યુ છે કે શહેરમાં રહેણાંકના વેચાણમાં મજબૂત સુધારો થયો છે, જે અનુસાર વાર્ષિક ધોરણે 95% વૃદ્ધિ હાંસલ કરતા H1 2021માં 4,208 યુનિટ્સની સામે H1 2022માં વધીને 8,197 યુનિટ્સ વેચાયા હતા. ઉપરાંત નવા ઘરના લોન્ચમાં વાર્ષિક ધોરણે 67%નો વધારો થયો હતો, જેના પરિણામે H1 2021માં 6,226 યુનિટ્સ હતા તે વધીને H1 2022માં 10,385 યુનિટ્સ થયા હતા. આ સમયગાળામાં માર્કેટ વોલ્યુમે તંદુરસ્ત વૃદ્ધિ દર્શાવી છે ત્યારે તેની સાથે કિંમતમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં ભારાંક સરેરાશ કિંમતમાં વાર્ષિક ધોરણે 2.8%નો ધીમો વધારો થઇને ચો.ફૂટ દીઠ રૂ. 2,880 થયો છે. નાઇટ ફ્રેંક ઇન્ડિયા એફોર્ડેબિલીટી ઇન્ડેક્સ અનુસાર હોમ લોન દરમાં વધારો થયો હોવા છતાં પણ આ માર્કેટ ભારતમાં ટોચના 8 શહેરોમાં ભારતનું સૌથી વધુ પરવડે તેવું બજાર છે.
જાન્યુઆરીથી જૂન 2022 વચ્ચેના સમયગાળામાં ઑફિસ માર્કેટનું પ્રદર્શન પણ મજબૂત હતું, જેમાં H1 2015 પછી ઑફિસ સ્પેસ લેવાના ઉચ્ચતમ સ્તરો જોવા મળ્યા હતા. શહેરમાં નોંધાયેલ વ્યવહાર વોલ્યુમ H1 2021માં આશરે 0.4 મિ. ચો.ફૂટથી H1 2022માં 1.3 મિ. ચોફૂટથી વધીને 202% થઈ ગયું છે. સરેરાશ સોદાના કદમાં પણ 201% વાર્ષિક ધોરણે વધારો થયો છે, જે મોટી જગ્યાઓ માટે કબજે કરવા માટે કબજેદારોની વધેલી ઇચ્છા દર્શાવે છે. સમાન સમયગાળા દરમિયાન નવી ઓફિસ પૂર્ણતા પણ 1.3 મિ. ચો.ફૂટ હોવાનું નોંધાયું હતું. જ્યારે ઉત્પાદન ક્ષેત્ર શહેરમાં પ્રબળ કબજેદાર રહ્યું હતુ, ત્યારે BFSIએ કુલ ભાડાપટ્ટાના હિસ્સામાં નોંધપાત્ર ઉછાળો જોયો હતો.
રહેણાંક માર્કેટ અપડેટ: H1 2022 (જાન્યુઆરી – જૂન 2022)

શહેરમાં વેચાણ સાથે સાથે રહેણાંક પ્રવૃત્તિઓના વેગમાં વધારો જોવા મળ્યો હતો અને સાથે સાથે નોંધપાત્ર વાર્ષિક વધારો હાંસલ કરવામાં આવ્યો હતો. શહેરના કુલ વેચાણમાં પશ્ચિમ અને ઉત્તર અમદાવાદનો હિસ્સો મળીને 55% છે. શહેરના પૂર્વીય બજારો જેમ કે નરોડા, વસ્ત્રાલ, નિકોલ, કાઠવાડા રોડ, ઓઢવમાં કુલ વેચાણના હિસ્સામાં H1 2021માં 19% હતા તેમાં H1 2022માં 23% સુધીનો વધારો નોંધાતા ઝડપી ગતિ જોવા મળી રહી છે.
કિંમત શ્રેણીના સંદર્ભમાં, રૂ. 50 લાખથી એક કરોડની ટિકિટના કદના એકમોની માંગમાં ફેરફાર, H1 2021માં 22%થી વધીને H1 2022માં 28% થઈ ગયો છે. રૂ. 1 કરોડથી વધુ વધુ કિંમતના યુનિટ્સમાં સમાન સમયગાળા દરમિયાન કુલ વેચાણના હિસ્સામાં 8% થી 10% સુધીનો વધારો જોવા મળ્યો છે. તેનાથી વિપરિત, રૂ. 50 લાખથી ઓછા ટિકીટ કદ સાથે વેચાણના હિસ્સામાં ઘટાડો થતા H1 2021માં 70%થી ઘટીને H1 2022માં 62% સુધીનો ઘટાડો થયો હતો.
છેલ્લા છ વર્ષમાં ઈન્વેન્ટરીનો સરેરાશ સમયગાળો સતત ઘટ્યો છે જે બજારમાં તૈયાર ઈન્વેન્ટરીનો વપરાશ થઈ રહ્યો છે તે વધતા દરને દર્શાવે છે. H1 2021માં 9.4 ક્વાર્ટર્સની સરખામણીમાં H1 2022માં ઇન્વેન્ટરીનો સમયગાળો હાલમાં 8.6 ક્વાર્ટરનો છે.
અમદાવાદ રહેણાંક માર્કેટ સારાંશ
| પરિબળ | 2021 | 2021 ફેરફાર (વાર્ષિક ધોરણે) | H1 2022 | H1 2022 ફેરફાર (વાર્ષિક ધોરણે) |
| લોન્ચીઝ (રહેણાંક યુનિટ્સ) | 14,648 | 9% | 10,358 | 67% |
| વેચાણ (રહેણાંક યુનિટ્સ) | 8,911 | 37% | 8,197 | 95% |
| સરેરાશ કિંમત રૂમાં / ચો.ફૂટ | રૂ. 2,800 | 0% | રૂ. 2,880 | 2.8% |
નોંધઃ 1 ચોરસ મીટર (ચો.મી) = 10.764 ચો.ફૂટ (ચો.ફૂટ) (સ્ત્રોતઃ નાઇટ ફ્રેંક રિસર્ચ)
અમદાવાદ પરંપરાગત રીતે ભાવ સંવેદનશીલ બજારઃ બલબીર સિંઘ ખાલસા

નાઇટ ફ્રેંક ઇન્ડિયાના અમદાવાદ ખાતેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને બ્રાન્ચ ડિરેક્ટર બલબીર સિંઘ ખાલસાએ જણાવ્યું હતુ કે, “અમદાવાદ પરંપરાગત રીતે ભાવ સંવેદનશીલ બજાર રહ્યુ છે અને ડેવલપર્સ સ્ટીલ અને સિમેન્ટ જેવી વસ્તુઓ માટેના ઇનપુટ ખર્ચમાં વધારો અને ખાસ કરીને જમીનની કિંમતમાં વધારો થવા છતાં ભાવ ન વધારવાનું ધ્યાન રાખે છે, જે છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર રીતે વધ્યું છે. ઘર ખરીદનારાઓ શહેરની બહારના વિસ્તારમાં એવી મિલકતો ખરીદવાની તકો શોધવા માટે તૈયાર છે જે તેમને જીવનશૈલીમાં નોંધપાત્ર સુધારો પ્રદાન કરશે. ગેટેડ કોમ્યુનિટીઓમાં પ્લોટેડ ડેવલપમેન્ટ ઘર ખરીદનારાઓ અને રોકાણકારોની તરફેણમાં ચાલુ રહે છે.”
ઓફિસ માર્કેટ અપડેટ: H1 2022 (જાન્યુઆરી-જૂન 2022)
અમદાવાદના કોમર્શિયલ માર્કેટની ગતિમાં અર્ધ વાર્ષિક ગાળાને અંતે વધારો થતા અગાઉના ક્વાર્ટરની તુલનામાં Q2 2022માં વ્યવહારોમાં 50%નો ઊછાળો આવ્યો હતો. H1 2022માં વ્યવહાર વોલ્યુમોમાં 1.3 મિલી. ચો.ફૂટ નોંધાયા હતા, જે 202%ની વાર્ષિક વૃદ્ધિ અને H2 2021ની તુલનામાં 70% શ્રેણીબદ્ધ વૃદ્ધિ દર્શાવે છે.
અમદાવાદ ઓફિસ માર્કેટ સારાંશ
| Parameter | 2021 | 2021 ફેરફાર (વાર્ષિક ધોરણે) | H1 2022 | H1 2022 ફેરફાર (વાર્ષિક ધોરણે) |
| મિલીય. ચો.મીમાં પૂર્ણતા (મિલી. ચો.ફૂટ) | 0.23 (2.5) | -51% | 0.12 (1.3) | 22% |
| મિલીય. ચો.મી.માં વ્યવહારો (મિલી.ટો.ફૂટ) | 0.11 (1.1) | -12% | 0.17 (1.3) | 202% |
| વ્યવહાર કરેલ સરેરાશ ભાડુ રૂમાં /ચો.મી.માં /મહિને (રૂ. /ચો.ફૂટ/મહિનો) | 433 (40) | -2.0% | 433 (40) | 0% |
નોંધઃ 1 ચોરસ મીટર (ચો.મી) = 10.764 ચો.ફૂટ (ચો.ફૂટ) (સ્ત્રોતઃ નાઇટ ફ્રેંક રિસર્ચ)
બિઝનેસ ડિસ્ટ્રિક્ટના પાસાથી, વધતી જતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી ઑફિસ સ્પેસ ડેવલપમેન્ટને કારણે H1 2022માં કુલ વ્યવહારોમાં CBD વેસ્ટનો હિસ્સો 77% હતો. CBD વેસ્ટમાં બોપલ-આંબલી રોડ, કોર્પોરેટ રોડ, સાયન્સ સિટી રોડ અને સિંધુભવન માર્ગ પરના સ્થાનો મોટા ભાગના વ્યવહારો માટે જવાબદાર છે. H1 2022 દરમિયાન વ્યવહાર કરાયેલી જગ્યાના 15% માટે PBD પ્રદેશનો હિસ્સો છે.
H1 2022માં હાંસલ કરેલ વ્યવહાર વોલ્યુમો તમામ ક્ષેત્રોમાં સારી રીતે વિતરિત કરવામાં આવ્યા હતા. મેન્યુફેક્ચરિંગ સેક્ટર, અન્ય સર્વિસ સેક્ટર અને કો-વર્કિંગ/મેનેજ્ડ સ્પેસનો હિસ્સો અનુક્રમે H1 2022 દરમિયાન 23%, 22% અને 20% જગ્યાનો હતો. H1 2022 દરમિયાન 0.25 મિલી. ચો. ફૂટ ઓફિસ સ્પેસ શોષણ રજીસ્ટર કરીને 2021ની શરૂઆતથી શહેરના ઓફિસ માર્કેટમાં કો-વર્કિંગ સેક્ટરની કંપનીઓ નોંધપાત્ર ખેલાડીઓ તરીકે ઉભરી આવી છે. H1 2022માં કુલ વ્યવહારોમાં BFSI સેક્ટરનો હિસ્સો 16%થી વધીને 7%નો તમામ ક્ષેત્રોમાં વધારો થયો છે.
અમદાવાદ ઓફિસ માર્કેટમાં Q2 2022 દરમિયાન વેગમાં વધારો જોવા મળ્યો હતો કારણ કે ઓમિક્રોન વેરિઅન્ટને કારણે થતા કોઈપણ આંચકાઓને બજારે અવગણ્યા હતા. H1 2022માં જોવા મળેલી મજબૂત કબજેદાર માંગ, ઓફિસ માર્કેટમાં પુનરુત્થાનનો સંકેત આપી શકે છે. જો કે, ઉચ્ચ ખાલી જગ્યાઓનું સ્તર ભાડા પર દબાણ કરવાનું ચાલુ રાખે છે, અને જે દરે નવી ઓફિસ સ્પેસ ઓનલાઈન આવી રહી છે તે દરમાં ઘટાડો કરવાનું ચાલુ રાખવું પડશે, અથવા બજારમાં સંતુલન જાળવવા માટે સખત દબાણ કરાશે.”
