અમદાવાદ, 16 ઓગસ્ટઃ ઈપેક ડ્યુરેબલ્સ લિમિટેડએ DRHP સેબી સમક્ષ ફાઇલ કર્યું છે. એફએન્ડએસ રિપોર્ટ અનુસાર, ભારતમાં નાણાંકીય વર્ષ 2020 અને 2023 વચ્ચે ઉત્પાદિત વોલ્યુમમાં વૃદ્ધિના આધારે કંપની સૌથી ઝડપથી વિકસતી રૂમ એર કંડિશનર ઓરિજિનલ ડિઝાઇન મેન્યુફેક્ચરર્સ (ઓડીએમ) છે. કંપની રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતાં શેર્સ દ્વારા રૂ. 400 કરોડ સુધીનો આઇપીઓ યોજવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીએ ફ્રેશ ઈશ્યૂમાંથી મળનારી ચોખ્ખી આવકનો ઉપયોગ આ પ્રમાણે કરવાની દરખાસ્ત કરી છે – (1) ઉત્પાદન એકમો સ્થાપવા / વિસ્તારવા માટે મૂડી ખર્ચ માટે ભંડોળ પૂરું પાડવા (2) અમારી કંપનીની અમુક બાકી લોનની આંશિક અથવા સંપૂર્ણ રીતે પુન:ચુકવણી અને/અથવા પૂર્વચુકવણી કરવા અને (3) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

વેચાણની ઓફરમાં બજરંગ બોથરા દ્વારા 11,72,976 સુધીના ઇક્વિટી શેર્સ, લક્ષ્મી પત બોથરા દ્વારા 6,66,798 સુધીના ઇક્વિટી શેર્સ, સંજય સિંઘાનિયા દ્વારા 7,48,721 સુધીના ઇક્વિટી શેર્સ, અજય ડીડી સિંઘાનિયા દ્વારા 7,48,721 સુધીના ઇક્વિટી શેર્સ (સામૂહિકપણે પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ), પિંકી અજય સિંઘાનિયા દ્વારા 2,86,351 સુધીના ઇક્વિટી શેર્સ, પ્રીતિ સિંઘાનિયા દ્વારા 2,86,351 સુધીના ઇક્વિટી શેર્સ, નિખિલ બોથરા દ્વારા 4,42,905 સુધીના ઇક્વિટી શેર્સ, નીતિન બોથરા દ્વારા 4,42,905 સુધીના ઇક્વિટી શેર્સ, રજ્જત કુમાર બોથરા દ્વારા 3,79,633 સુધીના ઇક્વિટી શેર્સ (સામૂહિકપણે પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ), ઈન્ડિયા એડવાન્ટેડ ફંડ એસ4 1 દ્વારા 72,61,127 સુધીના ઇક્વિટી શેર અને ડાયનેમિક ઇન્ડિયા ફંડ એસ4 યુએસ 1 દ્વારા 6,31,402 સુધીના ઇક્વિટી શેર (સામૂહિકપણે, ઈન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ)નો સમાવેશ થાય છે.

એક્સિસ કેપિટલ, DAM કેપિટલ એડવાઇઝર્સ, ICICI સિક્યોરિટીઝ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.