અમદાવાદ, 16 ઓગસ્ટઃ ક્રિએટિવ, મીડિયા, ડેટા એનાલિટિક્સ અને માર્કેટ રિસર્ચ સર્વિસીઝ માટે સિંગલ વિન્ડો સોલ્યુશન પૂરા પાડતી ભારતીય બહુમતી માલિકીની ઈન્ટિગ્રેટેડ માર્કેટિંગ સર્વિસીઝ પ્રોવાઈડર આરકે સ્વામી લિમિટેડે તેનું DRHP સેબી સમક્ષ ફાઇલ કર્યું છે. કંપનીના આઈપીઓમાં રૂ. 2,150 મિલિયન સુધીના ફ્રેશ ઈશ્યૂ અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 87,00,000 ઈક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. વેચાણ માટેની ઓફરમાં શ્રીનિવાસન કે સ્વામી દ્વારા 17,88,093 સુધીના ઇક્વિટી શેર્સ, નરસિમ્હન કૃષ્ણસ્વામી દ્વારા 17,88,093 સુધીના ઇક્વિટી શેર્સ, ઈવેન્સ્ટન પાયોનિયર ફંડ એલ.પી. દ્વારા 44,45,714 સુધીના ઇક્વિટી શેર્સ અને પ્રેમ માર્કેટિંગ વેન્ચર્સ એલએલપી દ્વારા 6,78,100 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીના ભંડોળ માટે, ડિજિટલ વીડિયો કન્ટેન્ટ પ્રોડક્શન સ્ટુડિયો સ્થાપવા માટે કરવામાં આવનાર મૂડી ખર્ચના ભંડોળ પેટે, આરકે સ્વામી લિમિટેડ તથા મટિરિયલ સબસિડીઝ હંસા રિસર્ચ અને હંસા કસ્ટમર ઈક્વિટીના આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં રોકાણના ભંડોળ માટે, નવા ગ્રાહક અનુભવ કેન્દ્રો અને કોમ્પ્યુટર સહાયિત ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કેન્દ્રો ઊભા કરવા માટે ભંડોળ પૂરું પાડવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.

નાણાંકીય વર્ષ 2023 દરમિયાન, આરકે સ્વામી લિમિટેડે વિવિધ મીડિયા આઉટલેટ્સમાં ક્લાયન્ટ્સ વતી 818થી વધુ ક્રિએટિવ કેમ્પેઈન્સ બહાર પાડ્યા હતા, 97.69 ટેરાબાઈટથી વધુ ડેટા હેન્ડલ કર્યા અને ક્વોન્ટિટેટિવ, ક્વોલિટેટિવ અને ટેલિફોનિક સર્વેમાં 2.37 મિલિયનથી વધુ કસ્ટમર કન્ઝ્યુમર ઈન્ટરવ્યૂઝ હાથ ધર્યા હતા. 2,391 કર્મચારીઓ દ્વારા પૂરી પડાતી સોલ્યુશન્સ અને ઓફરિંગની સર્વિસીઝ 12 ઓફિસો અને 12 ફિલ્ડ લોકેશનમાં 12 શહેરોમાં, ત્રણ બિઝનેસ સેગમેન્ટમાં ફેલાયેલી છે.

એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિમિટેડ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.