IPO ખુલશેNov 3, 2022
આઇપીઓ બંધ થશેNov 7, 2022
Face Value2 per share
પ્રાઇસ બેન્ડ319 to ₹336 per share
Lot Size44 Shares
Issue Size2,205.57 Cr
Fresh Issue500.00 Cr
Offer for Sale50,761,000 shares of ₹2
Issue TypeBook Built Issue IPO
ListingBSE, NSE

અમદાવાદઃ મેદાન્તા બ્રાન્ડ હેઠળ પાંચ હોસ્પિટલ્સ અને એક નિર્માણાધિન હોસ્પિટલનું નેટવર્ક ધરાવતી ગ્લોબલ હેલ્થ લિ. તા. 3 નવેમ્બરના રોજ તેના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની શેરદીઠ રૂ.2ની ફેસવેલ્યૂ અને રૂ. 319- 336ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સ ઓફર કરશે. બિડ લઘુતમ 44 ઇક્વિટી શેર અને પછી 44 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. આઇપીઓમાં રૂ. 500 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ તેમજ વિક્રેતા શેરઝારકો દ્રારા 50,761,000 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ હશે.

ઇશ્યૂનો હેતુઃ કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ફંડનો ઉપયોગ એની બે પેટાકંપનીઓ જીએચપીપીએલ અને એમએચપીએલમાં રોકાણ માટે, આ પેટાકંપનીઓની ₹3,75 કરોડ સુધીની વિવિધ લોનની આંશિક કે સંપૂર્ણ પુનઃચુકવણી/આગોતરી ચુકવણી માટે ડેટ કે ઇક્વિટી શેર સ્વરૂપે કરવાનો ઇરાદો ધરાવે છે. નેટ ઇશ્યૂમાંથી પ્રાપ્ત બાકીની રકમનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે થશે.

લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવામાં આવશે.

બુક રનિંગ લીડ મેનેજર્સઃ કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, ક્રેડિટ સૂસ્સી સીક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, જેફરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ રહેશે.