અબુ ધાબી

IHCએ યુરોપ, આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના બજારોમાં વર્ષ 2023 પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રીતે પોતાના રોકાણને વધારવા અને ડાઇવર્સિફાઈ કરવાનું જાળવી રાખવા વર્ષનું પ્રથમ રોકાણ કરવાની જાહેરાત કરી છે.

ડાઇવર્સિફાઇડ અબુ ધાબી સ્થિત ગ્રૂપ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (ADX: IHC) Adani Enterprisesના એફપીઓમાં રૂ. 3200 કરોડનું રોકાણ કરશે. આઈએચસીએ જાહેરાત કરી હતી કે, તે તેની પેટાકંપની ગ્રીન ટ્રાન્સમિશન ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ RSC Ltd. દ્વારા ભારતીય મલ્ટીનેશનલ પબ્લિકલી લિસ્ટેડ હોલ્ડિંગ કંપની અદાણી ગ્રૂપની અદાણી એન્ટરપ્રાઇઝીસના ફર્ધર પબ્લિક ઓફરિંગ (એફપીઓ)માં AED 1.4અબજ (400 મિલિયન ડોલર)નું  રોકાણ કરશે.

આઇએચસીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સૈયદ બસર શુએબએ કહ્યું હતું કે, “અદાણી ગ્રૂપમાં અમારો રસ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ફંડામેન્ટલ્સમાં અમારા વિશ્વાસથી સંચાલિત છે. અમે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં વૃદ્ધિ માટે ઊંચી સંભવિતતા જોઈએ છીએ અને અમારા હિતધારકો માટે મૂલ્યનું સંવર્ધન પણ જોઈએ છીએ.”

ગયા વર્ષે અદાણી ગ્રૂપની ત્રણ ગ્રીન-કેન્દ્રિત કંપનીઓ તથા બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર લિસ્ટેડ – અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઇઝીસમાં 7.3 અબજ દિરહામ (2 અબજ ડોલર)નું રોકાણ કર્યા પછી ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીની ભારતના અદાણી ગ્રૂપ સાથે આ બીજો સોદો છે.

આઈએચસી નવી સંભવિતતાઓ માટે આંતરરાષ્ટ્રીય બજાર પર નજર રાખી રહ્યાં છીએ અને અમે વર્ષ 2023માં અમારા આંતરરાષ્ટ્રીય બજારની બહાર વધારે તકો શોધવાનું જાળવી રાખશે.

આઇએચસીનો ઉદ્દેશ વર્ષ 2023માં એનાં ગ્લોબલ એક્વિઝિશનમાં 70 ટકા સુધી વધારો કરવાનો છે, જેમાં ક્લિન ઊર્જા અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટર ચાવીરૂપ છે.