અમદાવાદ: ટીએમટી બાર્સ (ઇન્ટેલિજન્ટ સ્ટીલ) ઉત્પાદક કંપની KAY2 Xenox સ્ટીલ પ્રોડક્ટ્સની માગમાં સુધારાને જોતાં ગુજરાતમાં તેની બજાર હિસ્સેદારી વધારવાની યોજના ધરાવે છે. આ માટે કંપનીની આગામી નાણાકીય વર્ષ 2024ના અંત સુધીમાં રાજ્યમાં તેની સ્ટીલ ટીએમટી બાર્સની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 96,000 એમટીથી આશરે 20 ટકા વધારીને 1,20,000 એમટી કરવાની યોજના છે. કંપનીનું રાજ્યમાં 250થી વધુ ડીલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સનું નેટવર્ક છે. KAY2 Xenoxના ડાયરેક્ટર સુનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, ગુજરાત ઝડપી માળખાકીય વિકાસ સાથે ઉચ્ચ વૃદ્ધિ ધરાવતું રાજ્ય છે. તે અમારી પ્રીમિયમ બ્રાન્ડ માટે આદર્શ છે. KAY2 Xenox એ KAY2 ટીએમટી બાર્સની પ્રીમિયમ બ્રાન્ડ છે, જે વિશિષ્ટ રીબ ડિઝાઇન ઓફર કરે છે તથા હેક્સાગોનલ પેટર્નમાં કોંક્રિટ સાથે ઉત્તમ જોડાણ આપે છે ઇન્ટેલિજન્ટ સ્ટીલ તરીકે ઓળખાતા KAY2 Xenoxની એમઇએસએચ ગ્રીપ, 200 ટકા વધુ બંધન ક્ષમતા તથા બેજોડ ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટીઝ સાથે હાઇગ્રેડ પ્યોર Fe 500 અને 500ડીના ઉપયોગથી બનાવાલેયા ટીએમટી બાર્સ બાંધકામમાં 20 ટકા સુધી સ્ટીલની બચત કરે છે અને બીઆઇએસ સ્ટાન્ડર્ડ મૂજબ ઉત્તમ ગુણવત્તા ડિલિવર કરે છે.