મુંબઇ: લાર્સન એન્ડ ટુબ્રોએ L&T ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડ (L&T IDPL)માં તેનાં 51 ટકા હિસ્સાનું વેચાણ એડલવાઇઝ ઓલ્ટરનેટિવ્ઝ દ્વારા સંચાલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર યિલ્ડ પ્લસ IIની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફન્ડ પોર્ટફોલિયો કંપનીને કર્યું છે. L&T IDPL એ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ અને કેનેડા પેન્શનલ પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ(CPP હોલ્ડિંગ્સ) વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જે અનુક્રમે 51 ટકા અને 49 ટકા હિસ્સો ધરાવે છે. L&T IDPL ભારતમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP)ના વિકાસ મોડલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથેની ભાગીદારીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો વિકાસ કરે છે. L&T IDPL એ રોડ, પુલ, પોર્ટ અને શહેરી માળખાકીય સુવિધાઓ જેવાં મહત્વનાં સેક્ટર્સમાં સીમાહિહ્ન સમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિક્સાવ્યા છે. આ એક્વિઝિશન બાદ પ્લેટફોર્મ પાસે 13 રાજ્યોમાં 26 એસેટનો ઉચ્ચ પોર્ટફોલિયો હશે, જેને કારણે તે ભારતમાં અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર છે.

આ ટ્રાન્ઝેક્શન જરૂરી નિયમનકારી અને અન્ય મંજૂરી સહિત પધ્ધતિસર રીતે ક્લોઝિંગની શરતો પૂરી થવાને આધીન છે. આ વેચાણમાંથી L&T અને સીપીપી ઇન્વેસ્ટમેન્ટ્સને ક્લોઝિંગ એડજસ્ટમેન્ટ અને સોદાની અન્ય શરતો પહેલાં આશરે રૂ. 27,234 કરોડની આવક થશે. હોલ-ટાઇમ ડિરેક્ટર અને સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ (ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ) ડી કે સેને જણાવ્યું હતું કે, L&T અને એડલવાઇસ બંને માટે આ ટ્રાન્ઝેક્શન લાભદાયી છે. તેનાંથી L&T ગ્રુપની વ્રુધ્ધિ માટે મૂડી છુટ્ટી થશે. આ ઉપરાંત તે એડલવાઇસ ઓલ્ટરનેટીવ્ઝને સારી ક્વોલિટીનો એસેટ પોર્ટફોલિયો પણ પૂરો પાડશે.