મુંબઈ, 24 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર ગુરૂવાર, 23 માર્ચના પૂરા સત્રમાં બુલિયન ઓપ્શન્સમાં રૂ.12,663 કરોડનું ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર જોવા મળ્યું હતું. સોનાનો 1 કિલોગ્રામનાં ઓપ્શન્સ કોન્ટ્રેક્ટમાં રૂ.11,228 કરોડનાં ઉચ્ચતમ કામકાજ થયાં હતાં અને આ સાથે જ સોનાના 1 કિલોગ્રામનાં ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં 9.9 મે.ટનનો ઉચ્ચતમ ઓપન ઈન્ટરેસ્ટ નોંધાયો હતો.

શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,490ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,883 અને નીચામાં રૂ.59,258 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.102 વધી રૂ.59,667ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.357 વધી રૂ.47,431 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.48 વધી રૂ.5,868ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160 વધી રૂ.59,596ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.70,093ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,866 અને નીચામાં રૂ.69,911 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.293 વધી રૂ.70,505 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.335 વધી રૂ.70,457 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.337 વધી રૂ.70,463 બોલાઈ રહ્યો હતો.

કોટન-ખાંડીમાં રૂ.440નો ઘટાડોઃ ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યાઃ મેન્થા તેલ પણ ઢીલુ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 16,520 સોદાઓમાં રૂ.2,280.82 કરોડના વેપાર થયા હતા. તાંબુ માર્ચ વાયદો રૂ.785.70ના ભાવે ખૂલી, રૂ.2.50 ઘટી રૂ.780.95 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.20 ઘટી રૂ.203.65 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.2.25 ઘટી રૂ.254ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 ઘટી રૂ.204 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.180.85 જસત-મિની માર્ચ વાયદો રૂ.1.95 ઘટી રૂ.253.95 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,755ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,812 અને નીચામાં રૂ.5,537 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.233 ઘટી રૂ.5,557 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.229 ઘટી રૂ.5,563 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.180ના ભાવે ખૂલી, રૂ.2.80 વધી રૂ.181.40 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 2.6 વધી 195 બોલાઈ રહ્યો હતો. 56,338 સોદાઓમાં રૂ.1,934.81 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,040ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,100 અને નીચામાં રૂ.60,840 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.440 ઘટી રૂ.60,920ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9 ઘટી રૂ.983.10 બોલાયો હતો. રૂ.29.99 કરોડનાં કામકાજ થયા હતા.